શહેર ભાજપ મહિલા મોરચો કાલથી મોરબીમાં પ્રચારના શ્રીગણેશ કરશે

વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને વોર્ડ વાઈઝ જવાબદારી સોંપાઈ

મોરબી વિધાનસભાની પેટાચુંટણીમાં આવતીકાલ તા.૧૫થી રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રચાર પ્રસારના શ્રીગણેશ કરવામાં આવશે. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનિતાબેન પારેખ, કિરણબેન માંકડિયાએ એક સંયુકત યાદીમાં જણાવ્યું છે કે મોરબી ખાતે વિધાનસભાની પેટાચુંટણીમાં પ્રચાર-પ્રસાર કાર્યને વેગવંતુ બનાવવા માટે શહેર ભાજપના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને વોર્ડવાઈઝ જવાબદારીની સોંપણી કરવામાં આવેલ છે.

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા તા.૧૫થી મોરબી ખાતે શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનિતાબેન પારેખ, કિરણબેન માંકડિયા સહિત વિવિધ વોર્ડના મહિલા મોરચાના અગ્રણી બહેનો સહિતના દ્વારા મોરબી ખાતે વિધાનસભા પેટાચુંટણી અંતર્ગત પ્રચાર-પ્રસાર કામગીરીનો પુરજોશથી પ્રારંભ કરાશે.

Loading...