ચીનનો વાયરસ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં નિમિત બનશે

90

આફત અવસરમાં પરિણમશે?!!!

કોરોના વાયરસ ફેલાવવાના ભયે ચીનાઓ ઘર બહાર નીકળતા ડરતા હોય ચીનમાં પેટ્રોલ- ડીઝલની માંગ ઘટતા તેની અસરથી આંતરરાષ્ટ્રીય  સ્તરે ફુડના બેરલના ભાવોમાં ઘટાડો નોંધાયો: ભારતમાં પેટ્રોલીયમ પેદાશોના ભાવોમાં ૧૩ દિવસમાં ૧.૫ રૂા. સુધીનો ઘટાડો

વિશ્ર્વમાં અર્થતંત્રના પ્રાણવાયુ પેેટ્રોલ ડીઝલની માંગ અને પુરવઠાના કારોબાર પર જ તેજી મંદીનો મદાર રહે છે. તેવા સંજોગોમાં દેશમાં અત્યારે પેટ્રોલ ડીઝલમાં વિવિધ  સંજોગોને કારણે ૧૩ દિવસમાં ૧.૫ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ફુડ ઓઇલ ના ભાવમાં આ સપ્તાહમાં ૪ ટકા  જેટલો ધટાડો નોંધાયો છે.  ચીનના કોરોના વાઇરસના આક્રમણથી અવડી અસરોના ભયથી આંતર રાષ્ટ્રીય બજારમાં ફુડ ઓઇલની માંગમાં ઘટાડો નોંધાતા ફુડ બેરલનો ભાવ ૬૨ ડોલરે પહોંચી ગયો હતો. જેથી ભારત માટે ચીની આફત અવરસમાં  પરિણામે તેવો ધાટ ઉભો થવા પામ્યો છે.

છેલ્લા સાત દિવસમાં ચીનમાં ૮૦૦ થી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. અને રપથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ વાયરસ અન્ય સાત દેશોમાં પણ ફેલાયો છે. કોરોના વાયરસના આક્રમણથી પ્રવાસીઓ ભયભીત બન્યા છે અને બહાર જાવવાનું ટાળી રહ્યાં છે.

ચીનનાં વિકસતા અર્થતંત્ર માટે પેટ્રોલિયમ પેદાશની માંગ સૌથી વધારે છે ત્યારે કોરોનાએ એક જ ધડાકે આ માંગ ધટાડી  દીધી છે. શુક્રવારે ફુડના ભાવમાં ૦.૫ ટકાની વૃઘ્ધિ આવી હતી. અને બેરલના ૬૨.૨૫ ડોલરે પહોચ્યો હતો. પરંતુ ત્યારબાદ એક અઠવાડીયામાં જ ૪ ટકા નો ધટાડો આવ્યો હતો અને આશ્ર્ચર્યજનક રીતે ૪ લાખ પ હજાર બેરલની માંગ ખાદ્ય અમેરિકાની બજારમાં ઉભી થઇ હતી.

સ્થાનીક ધારકે ૧પ દિવસની આંતર રાષ્ટ્રીય બજારની ગતિવિધીની અસર તળે નીચી જવા પામી છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૭૪.૪૩ અને ૬૭.૬૧ અનુક્રમે ચાલી રહ્યા છે. જાન્યુઆરીથી પેટ્રોલનો ભાવ લીટરે ૧.૫૮ ૫ૈસા અને ડીઝલનો ભાવ લીટરે રૂા ૧.૫૬ પૈસા ધટયો હતો.

ચીનના કોરોના વાયરસના ભયની અસર આંતરરાષ્ટ્રીય  ફુડ બજાર પર હજુ દિવસો સુધી રહે તેવી આશંકા પ્રર્વતી રહી છે.

કોરોના વાયરસના પગલે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં કટોકટી જાહેર કરી છે. ચીનની આ પરિરિયત  અને પરિસ્થિતિનો સીધો સંબંધ આંતરરાષ્ટ્રીય  ફુડ બજાર પર દેખાય રહ્યો છે. અમેરિકાના ફુડના બીઝનેસ મેન અને એકસીટ્રેડરના સ્ટેફન ઇન્સ એ જણાવ્યું હતું કે ફ્રુડનો ભાવની બજાર સ્થિર રહેશે આ ઉથલ પાથલ હંગામી છે કોરોના વાયરસના ભયથી ચીનનો વૃઘ્ધિદર અને હવાઇ મુસાફરી  બન્ને અસર પામ્યા છે.

કોરોના વારસે ફેલાવેલાના ભયના કારણે ઇંધણની બજાર મંદીમાં આવતા પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટયો છે જે ભારતીય મંદ પડેલા અર્થતંત્ર માટે સારા સમાચાર સમાન બાબત છે.

Loading...