Abtak Media Google News

કોરોનાની મહા મારીના કારણે રાજ્યભરમાં શિક્ષણ બંધ છે. અને સરકારે ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કર્યું ત્યારે પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડા એ અનોખી પહેલ કરી હતી જે બાળકો ના ઘરે ટીવી અને મોબાઈલ નથી તેવા બાળકો માટે બાળકો ના વાલીઓ વ્યવસ્થા કરવા જણાવ્યું અને આ શિક્ષકને શાળાના આચાર્ય ઉમેશભાઈ ગોંડલીયા દ્વારા સહકાર મળતાં સ્થાનિક બાળકોના વાલી ઇરફાનભાઈ લાખાણી સહિત લોકોએ સહકાર આપતા ખાટકીવાસ માં આવેલ મદરેસા માં ટીવી ની વ્યવસ્થા કરી ધોરણ ૩ થી ૮ ના બાળકો ટાઈમ ટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. તમામ સરકારી ગાઈડ લાઇન નું પાલન કરી આ શિક્ષકે અનોખી સમસ્યાને અવસર માં ગોઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.