મુખ્યમંત્રી આજે રાજકોટમાં: ચોપડાપૂજન અને કાર્યકરો સાથે બેઠક કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે રાજકોટ પધાર્યા છે. આજે સવારે તેઓનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ અહીંથી તેઓ ગરેડિયા કુવા રોડ ઉપર આવેલી રમણીકલાલ એન્ડ સન્સ નામની પેઢીમાં ચોપડાપૂજન કરવાના છે. આ સાથે તેઓ સંપન્ન થયેલી વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે કાર્યકરો સાથે બેઠક યોજવાના છે. ત્યારબાદ તેઓ મોડી રાત્રે ૯:૪૫ કલાકે રાજકોટથી ગાંધીનગર જવા રવાના થશે. આમ આજે દિવાળીનો દિવસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટમાં વિતાવશે.

Loading...