Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ એ મધરાત્રે ફોન કરી મેયરને પૂછયુ, નર્મદા યાત્રામાં કેટલા લોકો એકઠા થાય છે: મહોત્સવને સફળ બનાવવા તંત્ર ઉંધામાથે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મૈયાનું મહાત્મય જન-જન સુધી પહોંચાડવા માટે રાજય સરકાર દ્વારા હાલ સમગ્ર ગુજરાતમાં ર્માં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આ મહોત્સવ નિષ્ફળ રહેતા હવે રાજય સરકાર બાજ નજર રાખી રહ્યું છે. રાજકોટમાં નર્મદા યાત્રા સફળ રહે છે કે કેમ તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સતત મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.વર્ષોના વહાણા વિત્યા બાદ નર્મદા ડેમનું કામ પૂર્ણ થતા રાજય સરકાર દ્વારા આગામી ૧૫મી સપ્ટેમ્બર સુધી રાજયભરમાં નર્મદા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હાલ શહેરના બે વોર્ડમાં રોજ નર્મદા મહોત્સવ યાત્રા નીકળે છે. જેમાં રાજયના અન્ય શહેરોની સરખામણીએ લોકોનો સારા એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા પર સરકાર બાજ નજર રાખી રહી હોવાનું જાણવા મળી ર્હયું છે. દરમિયાન ગઈકાલે રાજકોટના બે વોર્ડમાં નિકળેલી નર્મદા યાત્રાને લોકોનો કેવી પ્રતિસાદ મળ્યો તે જાણવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ મધરાત્રે ૧૨ કલાકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને ફોન કર્યો હતો અને એવી પૃરછા કરી હતી કે યાત્રાને કેવી સફળતા સાંપડી છે. કેટલા લોકો યાત્રામાં જોડાઈ રહ્યાં છે અને કેવો માહોલ છે. નર્મદા મહોત્સવ અન્ય વિસ્તારોમાં નિષ્ફળ જતા સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.