Abtak Media Google News

29,30 જૂનના રોજ અન્ડર 8, અન્ડર 13, રેપીડ ચેસ અને સિનિયર સિટીજન ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આયોજકો અબતકના આંગણે

રાજકોટ ખાતે બાળકોમાંની યાદશકિત અને બુધ્ધિચાતુર્યતામાં વધારો કરવામાં જે રમતનું આગવું સ્થાન છે. તે નચેસથ રમતનું આગામી તા.29,30 જૂન 2019ના રોજ નીલ સીટી રીસોર્ટ સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટનું હલચાર પ્રકાર રમાશે જેમાં અન્ડર 8, અ્ન્ડર 13, રેપીડ ચેસ ટુર્નામેન્ટ અને રાજકોટમાં ગુજરાત સ્ટેટ ચેસ એસો.ના સહયોગથી અને ગેસ્ફોર્ડ ચેસ કલબ રાજકોટના સહયોગથી પ્રથમવાર સીનીયર સીટીઝન ટ્રોફી માટે અલગથી ચેસ ટુર્નામેન્ટનું આયોજન પણ રાખવામાં આવેલુ છે. આ તકે આયોજકોને અબતકની મુલાકાત લીધી. તેમજ 30 જૂનના 3 વાગ્યે બ્લીટસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ સ્વીસલીગ પધ્ધતિથી રમાડવામા આવશે. બહાર ગામથી પધારેલા ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા તથશ તા.29 જૂન રાત્રીનાં ભોજન તથા તા.30 જૂન ના રોજ સવારે ચા નાસ્તો તથા બપોરે લંચની વ્યવસ્થા વન્ડર ચેસ કલબ તરફથી રાખવામા આવેલ છે. ખેલાડીઓએ પોતાની એન્ટ્રી તા.27 જૂન સુધીમા મોકલી આપવાની રહેશે. આ ટુર્નામેન્ટમાં કુલ 46000ના કેસ પ્રાઈઝો રાખવામા આવશે ઓપન કેટેગરી પ્રથમ ઈનામ 6000 સીનીયર સીટીઝનમાં પ્રથમ ઈનામ 2000 અને બાળકોમાં બંને કેટેગરીમાં પ્રથમ ઈનામ 1000 રાખવામાં આવેલ છે. એન્ટ્રી નોંધાવવા તથા વધુ વિગત માટે ગૌરવ ત્રિવેદી 8849008750નો સંપર્ક કરવા અનુરોધ છે.

મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સિનિયર સીટીઝન્સને મોમેન્ટો આપી સન્માનીત કરાશે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વન્ડર ગ્રુપના ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઈ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, દિપકભાઈ જાની, આઈ.જી. પરમાર મયુરભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.