Abtak Media Google News

સામે સાપે ઘર અને રંગ જ બદલી નાખ્યા

કાળા માથાના માનવીની વિકાસની આંધળી દોટ પ્રકૃતિમાં કેવા કેવા પરિવર્તન લાવે છે. વિકાસની હરણફાળમાં સાપ માટે માણસ પણ નોળીયા જેવો થઈ ગયો હોય તેમ માનવીની પ્રકૃતિ કે દખલગીરીના કારણે સાપે પોતાની પ્રકૃતિ જ બદલી નાખી હોવાના એક આંચકાજનક અને દુર્લભ પુરાવાઓ આપતી એક ઘટનામાં સેન્ટર ઓફ ઈકોલોજીકલ સાયન્સ સીઈએસ અને ઈન્ડિયન ઈન્સિટીટયુટ ઓફ સાયન્સ (આઈએસસી)એ સાપની નવી જ ઉભી થયેલી પાંચ પ્રજાતિઓ શોધી કાઢી છે. એશિયન વાઈન સાપની નવી ખુબજ દુર્લભ ગણાતી પ્રજાતિમાં સાપના સામાન્ય લક્ષણો અને મુળભૂત રંગના બદલે ભારતીય ભુખંડમાં અલગ અલગ જગ્યાએથી સંપૂર્ણપણે લીલા રંગના સાપ મળી આવ્યા છે. પશ્ર્ચિમ ઘાટના કાંઠાળા વિસ્તારમાંથી મળી આવેલા આ સાપના સંપૂર્ણપણે રંગ બદલાયેલા દેખાયા છે. પશ્ર્ચિમ ઘાટ પરથી મળેલા આ સાપ સાપની તમામ પ્રજાતિની મુળભૂત ભુખરા, આછા પીળા અને સાપની મુળભૂત રંગ તાસીરથી તદન અલગ લીલા રંગના સાપ મળી આવ્યા હતા.

સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અશોક મલીકે જણાવ્યું હતું કે, સાપના અધ્યયન માટે તેમની ટીમ દ્વારા સમગ્ર દેશમાં પ્રવાસ કરીને મેળવેલા આંકડા અને સાપની કાચલીઓના અવશેષ અને તેના જનીનીક પૃથકરણનું કાર્ય કરવામાં આવ્યું હતું. સાપ એક એવી પ્રજાતિ છે કે જે પર્યાવરણ અને બદલતી જતી આબોહવા સાથે સતતપણે તાલમેલ મિલાવતા રહે છે. ભારત અને શ્રીલંકાના વિસ્તારોમાં કરવામાં આવેલા આ સર્વેમાં જીનીયસ એહેટુલા અને પ્રોહેટુલા પ્રજાતિના સંપૂર્ણપણે લીલા રંગના સાપો મળી આવ્યા હતા. જો કે, આવા પ્રકારના સાપ ખુબજ સીમીત વિસ્તારમાંથી નાના કદમાં અને ટૂંકી નાકની દેહીક રચના ધરાવે છે. મળી આવેલા સાપોમાં ફ્રેન્સ વર્થ વાઈન સ્નેક, મલબાર વાઈન સ્નેક, વોલ વાઈન સ્નેક તરીકે ઓળખાયેલા આ લીલા રંગના સાપ છેલ્લા કેટલાક સમયથી પોતાની દેહીક અને ખાસ કરીને રંગસુત્રીય ફેરફાર માટે સક્રિયા થયા હોય તેવું બહાર આવ્યું છે. સાપ સામાન્ય રીતે જમીનના અંદર સુકા અને ભુખરા વિસ્તારમાં રહેતા હોવાથી તેમનો રંગ જમીનને અનુરૂપ હોય છે. પરંતુ માનવીના સતત ચંચુપાત અને વિકાસની સતત હરણફાળ સાપે તેનું રહેઠાણ અને રંગ બદલી નાખ્યું હોય તેમ હવે સાપ હરીયાળી અને બગીચાઓમાં કે, ઝાડ ઉપર રહેવા લાગતા તેમની આ લાક્ષ્ણીકતા અને રહેણી-કરણીના પરિવર્તનના કારણે આવેલા બદલાવેલા સાપને પ્રકૃતિમાં અત્યાર સુધી ન હોય તેવી લીલા રંગનું નવું જ રૂપ આપ્યું છે. અત્યાર સુધી સાપનો દુશ્મન નોળીયો ગણવામાં આવતું હતું. નોળીયાથી બચવા સાપ સતત સતર્ક રહે છે પરંતુ માનવીની દખલગીરીથી તેના વિકાસની અસર પામેલા સાપે પ્રકૃતિમાં ટકવા માટે તેનો રંગ જ બદલી નાખ્યો છે. પ્રાણી જગતમાં લીલા કલરના સાપ દુર્લભ ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.