સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ મુલાકાતીભવન અધ્યક્ષ માટે મળવાનો સમય નક્કી કર્યો

116

મુલાકાતીઓ માટે ૧૨:૩૦થી ૨, અધ્યક્ષ માટે ૪થી પાંચનો સમય નક્કી કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનકુમાર પેથાણીએ મુલાકાતીઓ અને ભવનના અધ્યક્ષ માટે મળવાનો સમય નક્કી કર્યો છે સાથોસાથ કુલપતિને મળવા માટે અગાઉથી જ તારીખ અને સમય નક્કી કરીને મળવા માટે સૂચના અપાઈ છે.

યુનિવર્સિટીના કુલપતિ દ્વારા મુલાકાતીઓ અને ભવનના અધ્યક્ષ માટે મળવાનો સમય નક્કી કરાયો છે જેમાં મુલાકાતીઓ માટે બપોરે ૧૨:૩૦ થી ૨:૦૦ અને ભવનના અધ્યક્ષ માટે બપોરે ૪:૦૦ થી ૫:૦૦નો સમય નક્કી કરી દેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાં કુલપતિને મળવા માટે ઘણી વખત મુલાકાતીઓની સાથે ભવનના અધ્યક્ષોને પણ વેઇટિંગમાં બેસવું પડતું હોય છે તે જ કારણ થી હવે મુલાકાતીઓ અને ભવનના અધ્યક્ષ બંને નો મળવાનો સમય નિશ્ચિત કરી નખાયો છે . કુલપતિ ડો.પેથાણીની ચેમ્બર બહાર સમય સુચવતું બોર્ડ રાખવામાં આવ્યું છે.

Loading...