Abtak Media Google News

ઓધૌગિક એસો.નો દ્વારા સીએએના ટેકાને લઈ વિવિધ આયોજન હાથ ધરાયા

કેન્દ્ર સરકાર દ્વારા સી.એ.એ કાયદાના લેવાયેલ નિર્ણયના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા સમિતિ-રાજકોટ દ્વારા આગામી તા.૧૩-રના રોજ સવારના ૮.૩૦ કલાકે,સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રાજકોટ ખાતે  વિશાળ તિરંગા યાત્રા-ર૦ર૦નું આયોજન કરવામાં આવેલ છે. સી.એ.એ કાયદાના લેવાયેલ નિર્ણયથી લોકોની નાગરિકતાઓ છીનવાશે નહિ પરંતુ નાગરિકતાના હિતમાં છે.તેથી રાષ્ટ્રીયહિતના અગત્યના કાયદાના પ્રચંડ લોક સમર્થનમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ રાષ્ટ્રિહિતના સર્વોપરી કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી,રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન,શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન,આજી જી.આઈ.ડી.સી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન,જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન વગેરે જેવી વિવિધ સંસ્થાઓ તથા ઔધોગિક એસોસીએશનનો સંપૂર્ણ ટેકો છે. તેમજ વેપારીઓ-ઉદ્યોગકારો આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જોડાશે.તેવુ અબતકની મૂલાકાતે આવેલા  વી.પી. વૈષ્ણવ-(રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ પ્રમુખશ્રી), પાર્થભાઈ ગણાત્રા (ઉપપ્રમુખશ્રી આર.સી.સી.આઈ), નૌતમભાઈ બારસીયા (મંત્રીશ્રી આર.સી.સી.આઈ), રતીલાલ સાદરીયા (શાપર-વેરાવળ ઈન્ડ ઐશો),વિનોદભાઈ કાછડીયા (આર.સી.સી.આઈ),મયુરભાઈ આડેસરા (જેમ્સ એન્ડ જવેણી એશો.રાજકોટ), શૈલેષભાઈ પીપલીયા, (હડમતાલા ઈન્ડ એસોસીયન), રમેશભાઈ પાંભર (હડમતાલા ઈન્ડ એસોસીયન),મયુર શાહ અને જીવણભાઈ પટેલ  (આજી જીઆઈડીસી એસો) જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.