Abtak Media Google News

બે લાખ જેટલા યાત્રાળુઓએ નળ પાણીની ઘોળી વટાવી દીધી: ભકિતમય માહોલ

જુનાગઢ કાર્તિક સુદ અગિયારસથી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી આદિ-અનાદિ કાળથી ચાલતી ગિરનારની લીલી પરિક્રમા નો વિધિવત ગઈકાલની રાત્રે પ્રારંભ કરાવાયો હતો  જોકે  વહીવટી તંત્ર વન વિભાગ આગેવાનો અને સાધુસંતો ના સંકલનના અભાવે પરિક્રમા રૂટ ના દરવાજા ગુરુવારની રાત્રિથી જ ખોલી નાખવામાં આવ્યા હતા પરંતુ વિધિવત અને આધ્યાત્મિક મહાત્મ્ય મુજબ ગઈકાલ રાત્રીથી વિધિવત ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો હતો

એફકેઝેડ 2

પરમ તત્વને પામવા પ્રકૃતિને માણવા આદિ-અનાદિ કાળથી પરંપરાગત યોજાતી ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે  રાત્રિના  વિધિવત પ્રારંભ કરાયો હતો જૂનાગઢ જિલ્લા કલેકટર મેયર ધીરુભાઈ ગોહેલ સાધુ સંતોમાં ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર મહામંડલેશ્વર જયશ્રીકાનંદ  ગીરી, ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહંત હરીહરાનંદ બાપુ, મોટા પીરબાવા તનસુખ ગીરી બાપુ  સહિતના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા વિધિવત પૂજન વિધિ કરી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો શહેરના રેલવે સ્ટેશન બસ સ્ટેશન ગિરનાર રોડ દાતાર રોડ  હાલ રોડ ધારાગઢ દરવાજા રોડ ગિરનાર રોડ જેવા વિસ્તારોમાં દિવસ પર લોકોની ભીડ જોવા મળી હતી પરિક્રમાની શરૂઆતના સમયમાં વાવાઝોડાની આગાહી ના પગલે વહીવટી તંત્ર ઓછા યાત્રાળુઓનો ઓછો ઘસારો રહેવાનો અંદાજ લગાવી રહ્યા હતા પરંતુ લોકોની શ્રદ્ધાએ તમામ અંદાજા ઓના છેદ ઉડાવ્યા હતા અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લાખોની જનમેદની જુનાગઢ  તેમજ ગીરનાર ક્ષેત્રમાં ઉમટી હતી સાથે સાથે પ્રકૃતિની રક્ષા માટે સતત ચિંતિત સંસ્થાઓએ લાખોની સંખ્યામાં કાપડની થેલી ઓનું વિતરણ કર્યુ હતુ આ  વિતરણ ને જુનાગઢ કલેકટર સહિતના અધિકારી ઓએ આવકારી પ્રોત્સાહિત કર્યું  હતુ સાથે અતી આધ્યાત્મિક ગણાતી ગિરનારની લીલી પરિક્રમાને લાંછન લગાડનારા ઓને પોલીસે કાયદાનું ભાન કરાવતા સામાન મૂકી પોબારા ભણી ગયા હતા  દારૂની બોટલ અને ગાંજાની પડીકીઓ પોલીસે ઝડપી પાડી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.