Abtak Media Google News

દરીયાનું ખારું પાણી પીવાલાયક કરવા માટે તામિલનાડુના તુતીકોરીનમાં પ્રોજેકટ સપવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત ફકત ૫ પૈસામાં એક લીટર જેટલું દરીયાનું પાણી પીવાલાયક કરવામાં આવશે. આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દેશમાં ટૂંક સમયમાં દરિયાના ખારા પાણીમાંથી મીઠુ કરવામાં આવેલુ પાણી આપવામાં આવશે. આ પાણી સસ્તુ હશે. નદી મહોત્સવ નામના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે મંત્રી ગડકરીએ કહ્યું હતું કે, નદીના પાણીની વહેંચણી માટે કેટલાક રાજયો અંદરો-અંદર ઝઘડે છે. પરંતુ પાકિસ્તાન વહી જતા પાણી મુદ્દે કોઈ ચિંતા વ્યકત કરી રહ્યું ની.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છ નદીઓ સંકળાયેલી છે. જેમાંથી ૩ નદીનું પાણી પાકિસ્તાન વહી જાય છે. ત્યારે આ મુદ્દે કોઈ સાંસદ કે અન્ય આગેવાનો કેમ અવાજ ઉઠાવતા ની તેવો પ્રશ્ર્ન મંત્રી ગડકરીએ પુછયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.