Abtak Media Google News

ધનવાન લોકો પર વધારે ટેક્સ લાદીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજના શરૂ કરીને ૨૦૨૫ સુધી દેશના સર્વાંગી વિકાસ કરવાના વડાપ્રધાન મોદીના સ્વપ્નને સાકાર કરવા નાણામંત્રી નિર્મલા સિથારામનને આગામી દાયકાનું વિકાસ દૃષ્ટા બજેટ રજૂ કર્યું

ભારત દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદ ગૃહમાં પ્રવેશ કર્યા બાદ બજેટ રજુ કરતાં સૌપ્રથમ તેની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, હાલમાં થયેલી ચુંટણીનાં પરિણામ બાદ સંસદમાં આવાનું થયું છે જેનાથી દેશભરનાં લોકોને બજેટને લઈ અનેકવિધ આશા અને અપેક્ષાઓ રહેલી છે અને નવા ભારતનાં ઉથાન અને નવા ભારતનાં વિકાસ માટે તેઓને અનેકવિધ મહત્વકાંક્ષા પણ રહેલી છે. ચુંટણી પરિણામ આવ્યા બાદ ભારત દેશે તેની પૂર્ણત: સ્વતંત્રતાનો આભાસ કર્યો હતો અને જે પ્રમાણમાં મતો મળ્યા હતા તે જાણે ભુતો ન ભવિષ્યતિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ૬૭.૯ ટકા જેટલું મતદાન ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. તમામ વર્ગની જયારે વાત કરવામાં આવે જેમાં યુવાનો, વૃદ્ધો પ્રથમ વખત મત આપનાર લોકો, મહિલાઓ, સર્વેએ સરકારની કામગીરીને વખાણી છે અને મંજુરીની મહોર પણ આપી છે ત્યારે ભારતનાં લોકોએ દેશનાં વિકાસ માટે માત્ર બે જ મુદ્દાઓને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે જેમાં પ્રથમ નેશનલ સોસાયટી અને બીજું આર્થિક વિકાસ.

બજેટ રજુઆત કરતાં પહેલા તેઓએ જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર ચાલુ વર્ષમાં ૩ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થામાં પ્રવેશ કરશે જે વિશ્ર્વમાં છઠ્ઠો દેશ બનીને ઉભરી આવશે. ગત પાંચ વર્ષ પહેલાની જો વાત કરવામાં આવે તો ભારત દેશ વિશ્ર્વનાં ૧૧માં દેશ તરીકે પ્રસ્થાપિત હતો. હાલ ચાઈના અને યુ.એસ.એ. બાદ ભારત ત્રીજુ મોટું અર્થતંત્રવાળો દેશ બન્યો છે. વધુમાં નાણામંત્રી નિર્મલા સીતારામને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતે એક ટ્રિલીયન ડોલરની ઈકોનોમીએ પહોંચવા માટે આશરે ૫૫ વર્ષ જેટલો સમય લગાવવામાં આવ્યો હતો જેથી આ બજેટને લઈ લોકોને આશા, વિશ્ર્વાસ અને આકાંક્ષા છે કે, આવનારા પાંચ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ૫ ટ્રિલીયન ડોલરે પહોંચી જશે. ૫ ટ્રિલીયન ડોલરનાં લક્ષ્યાંકને પહોંચી વળવા દેશનાં નાગરિકોનો પુરુષાર્થ તથા દિગ્ગજ નેતાઓનાં નેજા હેઠળ જો હકારાત્મક અભિગમથી કાર્ય કરવામાં આવશે તો મોદી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે લક્ષ્યાંક છે તે પૂર્ણત: સિદ્ધ થઈ શકશે.

નાણામંત્રી નિર્મલા સીતારામને વધુમાં સંસદમાં પોતાનાં ભાષણમાં જણાવ્યું હતું કે, આઝાદી મળ્યાનાં ૫૦ વર્ષ બાદ જયારે ભારત ૭૫મું સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે લોકોએ તેમની નૈતિક ફરજ દેશ માટે નિભાવવી અનિવાર્ય છે ત્યારે આગામી ૨૦૨૨માં પણ આપણે આપણા લડવૈયાઓને યાદ કરી દેશની સેવા કરવી જરૂરી અને અનિવાર્ય છે જે તમામ નાગરિકોએ ફરજીયાતપણે કરવી જોઈએ.

નાણામંત્રી નિર્મલા સીતારામને આશા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ જે રજુ કરવામાં આવ્યું છે તે દેશનાં નાગરિકોની અપેક્ષાઓ ઉપર સહેજ પણ ઉણી નહીં ઉતરે. વધુમાં તેઓએ સંસદમાં જણાવ્યું હતું કે, બજેટ જે રીતે નિર્મિત કરવામાં આવ્યું છે તેનાથી મધ્યમ વર્ગનાં લોકો માટે આશીર્વાદ બની રહેશે. બજેટને લઈ લોકોએ જે અપેક્ષા સેવી હતી અને તેમની જે લાગણી હતી તે સહેજ પણ દુભાવવામાં નહીં આવે તે વાતની સારસંભાળ નાણા મંત્રાલય દ્વારા રાખવામાં આવી છે. વધુમાં તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે તેને વધુ મજબુત કરવા માટે કેવી રીતે દેશે આગળ વધવું જોઈએ તે દિશામાં કયાં પ્રકારનાં પગલા લેવા જોઈએ તે વિશે માહિતી આપી હતી.

૨૦૧૮-૧૯નાં આર્થિક સર્વેનું મુલ્યાંકન

The-Central-Budget-Which-Leads-To-The-Goal-Of-Taking-The-Economy-Up-To-Five-Trillion-Dollars
the-central-budget-which-leads-to-the-goal-of-taking-the-economy-up-to-five-trillion-dollars

મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ સંસદમાં જયારે રજુ કરવામાં આવ્યું તે પહેલાનાં દિવસોમાં અનેકવિધ આર્થિક મુલ્યાંકનો ગત નાણાકીય વર્ષ માટે કરવામાં આવ્યા હતા જે બજેટનાં આગલા દિવસે એટલે કે ૪ જુલાઈ ૨૦૧૯નાં રોજ સંસદમાં રજુ કરાયું હતું. ચીફ ઈકોનોમી એડવાઈઝર ક્રિષ્ણમુર્તી સુબ્રમણ્યમે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોદી સરકારનાં આવનારા ૫ વર્ષો આર્થિક રીતે ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે. તેમણે મહાત્મા ગાંધીજીનાં જંતરથી પ્રેરીત થયા હોવાનું જણાવ્યું હતું અને ૨૦૧૮-૧૯નાં મુલ્યાંકન સર્વે રજુ કરતા તેઓએ ગૃહમાં વિશેષરૂપથી માહિતી આપતા કહ્યું હતું કે, ઈકોનોમીક સર્વેમાં પાંચ મહત્વપૂર્ણ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જેમાં રોકાણ, સેવિંગ, નિકાસ તથા રોજગારી પ્રમુખ મુદ્દો બની રહેશે. ઈકોનોમીક સર્વેનો મુખ્ય હેતુ એ છે કે, ૮ ટકાનો જીડીપી ગ્રોથ અને ૫ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્યાંક અને સ્વપ્ન જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવ્યો છે તેને કઈ રીતે વેગવંતો બનાવી શકાય. મુખ્ય આર્થિક સલાહકાર કિષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ દ્વારા તૈયાર કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, કોન્ટ્રાકટ સિસ્ટમ લાગુ કરી અને વિવાદોનો ઉકેલ લાવી ૫ ટ્રિલીયન ડોલરની ઈકોનોમીનો લક્ષ્ય મેળવવો એ ખરાઅર્થમાં પડકાર છે. સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૨૫ સુધી ૫ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા મેળવવા માટે દર વર્ષે સરેરાશ ૮ ટકા ગ્રોથ ખુબ જ જરૂરી છે તેમાં રોકાણકારો અને રોકાણોની ભૂમિકા ખુબ જ મહત્વની બની રહેશે. આર્થિક સર્વેમાં જે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે તે આગામી ૫ વર્ષ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે જેમાં સરકારે બજેટમાં રોકાણો, બચત, વિકાસ અને રોજગારીનું મહત્વ ખુબ જ વધુ બની જશે.

ભારતનું આગામી દાયકાનું વિઝન

The-Central-Budget-Which-Leads-To-The-Goal-Of-Taking-The-Economy-Up-To-Five-Trillion-Dollars
the-central-budget-which-leads-to-the-goal-of-taking-the-economy-up-to-five-trillion-dollars
  • સરકાર આગામી દસકામાં ૧૦ મહત્વપૂર્ણ ક્ષેત્રે પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી દેશની અર્થવ્યવસ્થાને વધુને વધુ મજબુત બનાવવા તરફ આગળ વધશે. જેમાં
  •  ફિઝીકલ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચરનો પણ સમાવેશ થાય છે એટલે કહી શકાય કે દેશમાં જો ઈન્ફ્રાસ્ટ્રકચરને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો દેશને અનેકવિધ રીતે ફાયદાઓ થઈ શકશે જેમાં ફિઝીકલ અને સામાજીક ક્ષેત્રને વધુ વેગ મળી રહેશે.
  • સાથોસાથ બીજુ ક્ષેત્ર ડિજિટલ ભારતનું છે. દેશનાં નાણાકીય વ્યવહારોને ડિજિટલાઈઝ કરવા માટે સરકાર પ્રયત્નોશીલ દેખાઈ રહી છે. જેથી ભારત દેશનાં નાગરિકો કેશલેશ પેમેન્ટ તરફ આગળ વધે તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે.
  • ભારત દેશમાં હાલ પ્રદુષણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે જેથી દેશ પ્રદુષણ મુકત જોવા મળે તે હેતુસર ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ અને વપરાશ માટે સરકાર પ્રયત્નશીલ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે.
  • મેક ઈન ઈન્ડિયાનું સ્વપ્ન જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું છે તેને ચરિતાર્થ કરવા માટે સ્ટાર્ટઅપને પણ વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત સરકાર ઉધોગ સ્થાપિત કરતાં યુવાનોને આર્થિક સહાય આપશે તેવું પણ જાણવા મળી રહ્યું છે જેથી મેક ઈન ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે સરકાર તમામ લગતા પ્રયત્નો હાથ ધરશે.
  • પાણીની વ્યવસ્થા અને નદીઓની સાફ સફાઈનો આવે છે. વરસાદનાં પાણીની વ્યવસ્થા સુચારુંરૂપથી થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાશે અને સરકારની મુખ્ય જીવાદોરી સમાન તમામ નદીઓને ચોખ્ખી અને સાફ કરવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરશે અને સામાજીક સંસ્થાઓનો સાથ લઈ આ કાર્યને પણ પૂર્ણ કરવામાં આવશે.
  • સરકાર બ્લુ ઈકોનોમી એટલે કે દરિયાઈ ચીજ-વસ્તુમાં થતી કામગીરી જેવી કે માઈનીંગ તથા ફિશરીઝને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ બની રહેશે અને આ ક્ષેત્રને કઈ રીતે વેગવંતુ બનાવવામાં આવે તે માટે અનેક મુદ્દાઓને ધ્યાને લઈ તે દિશામાં કાર્ય પણ કરવામાં આવશે.
  • ભારત અન્ય દેશોની સરખામણીમાં અવકાશ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે હાલ તનતોડ મહેનત કરી રહ્યું છે અને ઘણા ખરા એવા પ્રોજકટોને સફળતાપૂર્વક પાર કર્યા છે જેથી આવનારા દિવસોમાં અવકાશ ક્ષેત્રે ભારત પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા અનેકવિધ પ્રયત્નો હાથ ધરશે અને તે દિશામાં આગળ પણ વધશે.
  • સ્વાવલંબી અને ખાદ્ય સામગ્રીનાં નિકાસ માટે સરકાર આગામી દિવસોમાં કાર્ય કરશે તો નવાઈ નહીં. સ્વાવલંબી બનવા માટે સરકાર અનેકવિધ યોજનાઓને પણ અમલી બનાવશે તેવી પણ વાત સામે આવી રહી છે.
  • હેલ્ધી સોસાયટીનું નિર્માણ કરવા માટે સરકાર સ્વાસ્થ્યને સૌથી વધુ પ્રાધાન્ય આપશે તથા વિવિધ હેલ્થ સ્કિમોને પણ આગામી દિવસોમાં અમલી બનાવાશે જેથી લોકોનું સ્વાસ્થ્યનું સ્તર વધુને વધુ ઉંચુ આવે અને મોલ્ટાલીટી રેટમાં ઘટાડો પણ થાય.
  •  ‘ટીમ ઈન્ડિયા વીથ જન ભાગીદારી’ અભિયાન કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં હાથ ધરાશે જેથી ભારત દેશનાં વિકાસ અને ઉત્થાન માટે સ્વાયત રીતે ભારત દેશનાં નાગરિકો જોડાશે અને તે દિશામાં કાર્ય કરશે તે માટે સરકાર આગામી દિવસોમાં એવા નકકર પગલાઓ લેશે.

રૂપિયો કયાંથી આવશે અને કયાં જશે

The-Central-Budget-Which-Leads-To-The-Goal-Of-Taking-The-Economy-Up-To-Five-Trillion-Dollars
the-central-budget-which-leads-to-the-goal-of-taking-the-economy-up-to-five-trillion-dollars

બજેટ રજુ થતાની સાથે જ એવી અનેકવિધ અટકળો સામે આવતી હોય છે કે રૂપિયો જે દેશની આવક તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે તે કયાં ક્ષેત્રથી આવશે અને નિર્ધારિત કરેલો રૂપિયો કયાં ક્ષેત્રમાં ખર્ચ થશે તે પણ એક મહત્વપૂર્ણ પરીબળ બજેટનું માનવામાં આવે છે. જો સરકાર આ કાર્યમાં કોઈપણ પ્રકારે થાપ ખાઈ તો તેની માઠી અસર દેશનાં અર્થતંત્ર પર પડી શકે છે પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં હાલ જે રીતે મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે તે જોતાં લાગે છે કે, રૂપિયો જે ક્ષેત્રમાંથી આવશે તે યોગ્ય છે અને જે ક્ષેત્રમાં ખર્ચાશે તેમાં પણ કોઈ તકલીફ નહીં પડે અને અર્થતંત્રની સ્થિતિમાં અનેકઅંશે સુધારો પણ જોવા મળશે. વાત કરવામાં આવે તો દેશને રૂપિયો નોન ટેકસ રેવન્યુ, કસ્ટમ, જીએસટી, કોર્પોરેટ ટેકસ, લાયબીલીટી, યુનિયન એકસાઈઝ ડયુટી, ઈન્કમ ટેકસ, નોન ડેપ્ટ કેપીટલ રીસીપ્ટર્સમાંથી પ્રાપ્ત થશે. એટલે કે આશંકીક રીતે કહી શકાય કે રૂપિયો ટેકસ મારફતે મળી રહેશે.

હવે વાત રહી રૂપિયા કયાં વપરાશે અને કયાં જશે તો ૮ ટકા સબસીડીમાં કે જે સરકાર તમામ વર્ગનાં લોકોને આપે છે. ૯ ટકા સંરક્ષણ ક્ષેત્રે, ૭ ટકા ફાઈનાન્સ, કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સફર ક્ષેત્રે, ૮ ટકા અન્ય ખર્ચાઓ પેટે, ૫ ટકા પેન્શનમાં, ૧૩ ટકા કેન્દ્રની સ્કિમો પર, ૧૯ ટકા વ્યાજદરની ચુકવણી પર, ૯ ટકા કેન્દ્ર દ્વારા સ્પોન્ડસર થયેલી સ્કિમો પર અને ૨૩ ટકા રાજયો કે જે ટેકસ અને ડયુટીઝને કેન્દ્ર સરકાર સાથે શેર કરે તેમાં. ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે, દેશની સુરક્ષા વ્યવસ્થા તથા કર્મચારીઓનાં વેલફેર ઉપર સરકાર ખર્ચ કરે તેવી હાલ સંભાવના સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.