Abtak Media Google News

કેન્દ્રએ ઓનલાઈન કન્ટેટ પર વોચ રાખવા માટે સોશિયલ મીડિયા હબ બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. તેના વિરૂદ્ધ થયેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે 13 જુલાઈનાં રોજ સવાલો ઉઠાવ્યાં હતા. કેન્દ્રીય સુચના તેમજ પ્રસારણ મંત્રાલય સમક્ષ બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

શુક્રવારે એડિશનલ સોલિસીટર જનરલ કે. કે. વેણુગોપાલે ચીફ જસ્ટિસ દિપક મિશ્રા સહિત ત્રણ જજની બેંચને જણાવ્યું કે સરકારે સોશિયલ મીડિયા હબ બનાવવા માટે જાહેર હબ બનાવવા માટે જાહેર કરેલાં નોટિફિકેશનને રદ કરી દીધું છે.સરકારે ઓનલાઈન ડેટાના મોનિટરિંગ માટે સોશિયલ મીડિયાની સાથે ન્યૂઝ સાઈટ, ડિજિટલ ચેનલ અને બ્લૉગ્સ કન્ટેન્ટ પર નજર રાખવાની યોજના બનાવી રહ્યાં છે.

જેના વિરૂદ્ધ TMCના ધારાસભ્ય મહુઆ મોઇત્રાએ અરજી કરી હતી. જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સરકાર લોકોના વોટ્સએપ મેસેજ પર નજર રાખવા માંગે છે. આ એવો દેશ બનાવવા જેવું હશે જ્યાં દરેક લોકો પર નજર રાખવામાં આવતી હોય.

અરજકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે મોદી સરકાર લોકોના ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ, ઈમેલ અને અન્ય એકાઉન્ટ્સ પર નજર રાખવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.