Abtak Media Google News

ધો.૧ થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય

કોરોનાનાં પગલે સમગ્ર વિશ્ર્વમાં મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિ ૨૧ દિવસ માટે સર્જાય છે. આ તકે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે ત્યારે સીબીએસઈ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨માં બાકી રહેલા જે વિષયોની પરીક્ષાઓ લેવાની છે તેમાંથી મુખ્ય વિષયોની જ પરીક્ષા લેવામાં આવશે તેમ શિક્ષણ મંત્રાલય દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન ધો.૧૦ અને ધો.૧૨નાં મુખ્ય વિષયોની જ પરીક્ષા લેશે જયારે બાકી વિષયોની પરીક્ષા નહીં લેવાય તેવું જણાવવામાં આવ્યું છે. સાથો સાથ ધો.૧ થી ૯ અને ધો.૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. શિક્ષણ મંત્રાલય દ્વારા આગામી નિર્ધારીત સમયમાં સીબીએસઈનાં મુખ્ય વિષયોની પરીક્ષાનું આયોજન ફરી કરવા માટે જણાવાયું છે. વર્ષ ૨૦૨૦માં સીબીએસઈ બોર્ડની પરીક્ષા બે વખત મુલતવી રાખવામાં આવી હતી જેમાં પ્રથમ વખત હુલ્લડનાં કારણે સીબીએસઈની પરીક્ષા મુલત્વી રખાઈ હતી જયારે બીજી વખત કોરોનાનાં કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

દિલ્હીનાં ઉતર-પૂર્વમાં આવેલી શાળાઓમાં અંગ્રેજી, ગણિત, અર્થશાસ્ત્ર, બાયોલોજી, પોલીટીકલ સાયન્સ, ઈતિહાસ, ફિઝિકસ, કેમેસ્ટ્રી અને એકાઉન્ટન્સી વિષયની પરીક્ષા લેવાશે ત્યારે દિલ્હીનાં બાકી રહેતા ભાગોમાં બિઝનેસ સ્ટડી, જીયોગ્રોફી, હિન્દી, હોમ સાયન્સ, સોશિયોલોજી, કોમ્પ્યુટર સાયન્સ, ઈન્ફોર્મેશન પ્રેકટીસ અને બાયો ટેકનોલોજી વિષય ઉપરની પરીક્ષા લેવામાં આવશે. જયારે ઉતર-પૂર્વ દિલ્હીમાં ધો.૧૦ સીબીએસઈ માટે હિન્દી, ઈંગ્લીશ કોમ્યુનિકેશન, ઈંગ્લીશ લેગ્વેજ, સાયન્સ અને સોશિયલ સાયન્સ વિષય પરની પરીક્ષા લેવામાં આવશે.

કોઈપણ શાળાઓ કે જે વિદેશમાં રહેલી છે તે માટે એકપણ પ્રકારની પરીક્ષા નહીં લેવાય તે પણ જણાવવામાં આવી છે. સીબીએસઈ બોર્ડ ૨૫ જેટલા દેશોમાં હોવાથી ભારત સિવાય અન્ય દેશોમાં સીબીએસઈની પરીક્ષા ન લેવા તાકિદ કરવામાં આવી છે.  શિક્ષણ મંત્રાલય દ્વારા બોર્ડને તાકિદ કરવામાં આવી હતી કે, આવનારા સમય માટે સીબીએસઈ બોર્ડ માટે બાકી રહેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવાની તાકિદ કરી છે અને સાથો સાથ બોર્ડ પરીક્ષા ટુંક સમયમાં ચાલુ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.