Abtak Media Google News

પોલીસને મળી સફળતા : સુરતમાં ચોટલો કાપવાની ઘટનાનો કેસ ઉકેલાયો

ગઇ કાલે ગુજરાતમાં સુરતથી લઇને અમદાવાદ સુધી ચોટલાં કાપવાની ઘટનાઓ બની હતી. જેના કારણે રાજ્યના દહેશતનો માહોલ ઉભો થયો છે. આ વિષયની ચર્ચા ઠેર-ઠેર ચાલી રહી છે

સુરતના ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારમાં પણ રિકું દેવી નામની મહિલાનો ચોટલો કપાયો હોવાના બનાવથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ગભરાઇ ગયા હતા.

– ઘરના બધા દરવાજા બંધ હોવા છતા કોઇ આવીને મહિલાનો ચોટલો કઇ રીતે કાપી જાય તેનાથી ઘણા સવાલો ઉઠતા હતા પણ સુરત SOG એ આ કેસમાં તપાસ કરીને ભેદ ઉકેલી નાખ્યો છે. અને જે મહિલાનો ચોટલો કપાયો હતો. તે બીજા કોઇએ નહી પણ જાતે જ ચોટલો કાપ્યો હોવાનુ ખુલ્યુ છે.

આ રીતે કાપ્યો ચોટલો :

– પોલીસે તેના પતિ અને આસપાસના લોકોની પણ પુછપરછ કરી જે પછી મહિલાએ કબુલ્યુ કે તેનો ચોટલો બીજા કોઇએ નહી પણ તેણે જાતે  જ તેના દાંત વડે કાપ્યો હતો. અને આ આખી ઘટના તેણે ઉપજાવી કાઢી હતી તે સાબિત થયુ છે.

– ચોટલો કાપવા માટે આવેલી કોઇ વ્યક્તિને આસપાસના લોકોએ જોઇ ન હતી જેના આધારે પોલીસે સખત પુછપરછ કરી અને મહિલાને જાતે જ ચોટલો કાપવાનું પરાક્રમ કર્યુ હોવાનુ કબુલ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.