Abtak Media Google News

માતા-પિતાની વિરૂધ્ધમાં લેવાયેલા નિર્ણયોનો આનંદ ક્ષણિક

આજના સાંપ્રત આધુનિક યુગમાં યુવાન છોકરા છોકરી દ્વારા પ્રેમના આવેગમાં આવી, માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ લેવામાં આવતા નિર્ણય ક્ષણિક આનંદ અપાવનારા હોય છે. અને યુવક યુવતીની ભૂલ છતાં, માતાપિતા પોતાનો સંતાનોને પ્રેમ કરતા જ હોય છે અને માતાપિતા હંમેશા બાળકોનું ભલું જ ઇચ્છતા હોય છે. એવો આ જૂનાગઢની રસ્તો ભુલેલી યુવતીનો કિસ્સો આજના યુવક યુવતીઓ માટે લાલબત્તી સમાન છે.

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને પરચુરણ ઘરકામ કરી, ગુજરાન ચલાવતી એક વિધવા મહિલાની બે પુત્રીઓ પૈકી એક ગ્રેજ્યુએટ થઈને એલએલબી માં અભ્યાસ કરતી દીકરી અંકિતાએ (નામ બદલાવેલ છે) આજથી ત્રણેક વર્ષ પહેલા ખાનગી વાહનમાં ડ્રાઇવિંગ કરતા યુવક સાથે પ્રેમમાં પડેલ હતી. જે તે વખતે તેને માતાપિતા તથા સમાજના લોકો દ્વારા ખૂબ સમજાવવા છતાં માનેલ નહીં અને પોતે પ્રેમ કરતા યુવક સાથે જ રહેવા માંગતા હોવાની જીદ પકડી, માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગેલ હતી.

દરમિયાન થોડા મહિનાઓ બાદ અંકિતાને ભાન થયું હતું કે, પોતે શિક્ષિત છે, તથા યુવક પાસે આજીવિકાનું કોઈ સાધન ના હોઈ, ઉપરાંત, યુવકના કુટુંબીજનો અશિક્ષિત હોવાના કારણે અવારનવાર અંદરો અંદર ઝઘડા કરે છે, આથી માનસિક થાકી ગયેલ યુવતીએ પોતાની માતાના ઘરે જવાનું નક્કી કરી, માતાના ઘરે પહોંચી હતી, અને ચોધાર આંસુએ, હીબકાં ભરી, પોતે ફસાઈ ગયાની વાત જણાવી હતી.

અંતે યુવતી અંકિતાની માતાએ ઘણા દિવસ વિચાર કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી સઘળી હકીકત જણાવતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કચોટ તથા  સ્ટાફ દ્વારા સામાવાળા યુવકના આખા કુટુંબને દબાણ લાવી, રૂબરૂ બોલાવી,  કાયદાકીય સમજ સાથે વ્યવસ્થિત સમજાવતા, યુવતીની તેની સાથે આવવાની ઈચ્છા ના હોઈ,  યુવતીને લિવ ઇન રિલેશનશીપમાંથી મુક્ત કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.