મેયરના આદેશમાં ‘પરાજીત’ થયેલા નહેરાની ગ્રામ્ય વિકાસમાં બદલી !

શાસકો સાથે રાજગ્રાહમાં ઉતરનારા નહેરાની બદલી

મુકેશકુમાર અમદાવાદના નવા મ્યુનિ. કમિશ્નર અવંતિકાસિંઘ મેરી ટાઇમ બોર્ડમાં મુકાયા

અમદાવાદમાં કોનોનાનો રોગચાળો નાથવા જરૂરી પગલા લેવામાં તમામ છૂટ આપવામાં આવી હોવા છતાં નિષ્ફળ નીવડેલા અમદાવાદ મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાની સરકારે ઓચિંતુ ગ્રામ વિકાસ વિભાગમાં બદલી કરી છે.

સરકારે રવિવારે અમદાવાદ મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાની ગ્રામ વિકાસ વિભાગમાં બદલી કરવામાં આવી છે. અને તેમના સ્થાને મુકેશકુમારને મુકવામાં આવ્યા છે. મુકેશકુમાર બીજી વખત અમદાવાદ મ્યુનિ. કમિશ્નર તરીકે મુકાયા છે.

થોડા દિવસો પહેલા પ મેના રોજ મ્યુનિ. કમિશ્નર  વિજય નહેરા બે કોરોના પોઝિટીવ સહ કર્મચારીના સંપર્કમાં આવવાથી સેલ્ફ કવોરન્ટાઇના  થયા હતા. આ વખતે વધારાના મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને શહેરના ઇન્ચાર્જ તરીકે મુકવામાં આવ્યા હતા. ચાર દિવસ બાદ તા.૯ મેના રોજ નહેરાનો કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો અને પોતાની કામગીરી સંભાળી લીધી હતી. સરકારનો ૧૪ દિવસ કવોરન્ટાઇન સમયગાળો પાળવાનો અભિપ્રાય હતો રાજકીય આગેવાનો માને છે કે આખા રાજયમાં અમદાવાદમાં જ સૌથી વધુ કોરોનાનો ભરડો છે અને તેને અંકુશમાં લેવામાં તેમને છુટો હાથ આપવામાં આવ્યો હતો તેમ છતાં નહેરા સફળ થયા નથી.

નહેરાએ અગાઉ એક નિવેદન કરી જણાવ્યું હતું કે લોકડાઉનના કડક આદેશોનું પાલન કરવામાં નહી આવે તો અમદાવાદમાં ૮ લાખ કોરોના સંક્રમિતો હશે સરકારે આ નિવેદનથી ગંભીરતાથી લીધું હતુ અને સરકાર આબરૂના જાહેરમાં ધજાગરા થાય તેમ ઇચ્છતી ન હતી. આ વર્ષે મહાપાલિકાની ચૂંટણીનું વર્ષ હોય સરકાર નુકશાન થાય તેમ ઇચ્છતા નથી એટલે સરકારે ઓચિંતા જ તેમની બદલી કરી હોવાનું જાણકારો કહે છે.

અમદાવાદમાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે જે હજુ ચાલુ રાખવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં સાત દિવસ અનાજ કરીયાણા તથા શાકભાજી વિતરણ અટકાવવાનો રાજીવ ગુપ્તાએ જ નિર્ણય કર્યો હતો. કોરોનાનો ફેલાવો અટકાવવા માટે ૭૦૦ સુપર સ્પ્રેડરોને ઓળખી કાઢયા બાદ માઇક્રોહોટ સ્પોટ પણ શોધી કાઢવામાં આવ્યા હતા. એટલે જ અનાજ કરીયાણા, શાકભાજીનું અઠવાડીયા સુધી વિતરણ બંધ કરવાનું જાહેર કર્યુ હતું.

ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ મુકેશકુમારની અમદાવાદ મ્યુનિ. કમિશ્નર તરીકે બદલી થતાં તેમના સ્થાને વિદેશ અભ્યાસ પૂર્ણ કરી આવેલા અને પોષ્ટીંગની રાહ જોતા અવંતીકાસિંઘ ઔલાયને મેરીટાઇમ બોર્ડમાં મુકવામાં આવ્યા છે.

Loading...