Abtak Media Google News

દાહોદના લીમખેડા પાસે ઢંઢેલા ગામે એસ.ટી.ની બસમાં આગ લાગી હતી. આ ઘટનાને લઇને દોડધામ થઇ ૫ડી હતી. જો કે સમયસુચકતાના કારણે આ બનાવમાં જાન-માલની કોઇ ખુવારી થઇ નથી.

મળતી વિગતો અનુસાર અમદાવાદથી દાહોદ જઇ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ લીમખેડા પાસે આવેલા ઢંઢેલા ગામ ખાતે ૫હોંચતા જ તેમાં કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાનો ખ્યાલ આવતા જ બસમાંથી મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા હતાં. ધીમે ધીમે આગ આખી બસમાં પ્રસરી ગઇ હતી.

બસમાં આગ લાગ્યાના ૫ગલે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ફાયર ફાઇટર સાથે દોડી આવીને આગને કાબુમાં લીઘી હતી. જો કે ત્યાં સુધીમાં બસ આગમાં ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં જાન-માનની કોઇ હાની થઇ નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.