Abtak Media Google News

ગુજરાતની વાનગીઓ સમોસા, થેપલા, ભજીયા જેવી વાનગીઓ વિદેશમાં પણ ચાવથી ખવાય છે

વેપાર માટે આવેલા બ્રિટીશરોએ સન ૧૭૫૭ થી લઈને ૧૯૪૭ સુધી ભારતને ગુલામ બનાવી શાસન કર્યું, જેમાં ભારતના લાખો લોકોના મોત નિપજયા પરંતુ હાલ ભારત એક સક્ષમ દેશ બની ગયો છે તો અનેક દેશો સાથે મિત્રતા કરી રહ્યો છે તો હવે ફરી વખત અંગ્રેજો ભારત પર આવી રહ્યા છે પરંતુ વાત દેશને ગુલામીની જંજીરોમાં જકડવાની નથી, પણ ચટાકેદાર સ્વાદના દિવાના બનાવવાની છે. બ્રિટેનના એક ખાદ્ય ઉત્પાદક ભારતમાં સમોસાનું વેચાણ કર્યું છે. જોકે ગુજરાતની વાનગીઓ સમોસા, થેપલા, ભજીયા જેવી વાનગીઓ વિદેશમાં પણ ચાવથી ખવાય છે.

બેસ્ટરના પૂર્વ મિડલેન્ડસ શહેરમાં સ્થિત ભારતીય ખાદ્ય કંપની ફરસાણે સમોસા અને ભજીયા જેવા વ્યંજનોનું ઉત્પાદન કરવા ગુજરાતમાં નવી ફેકટરી ખોલી છે. જયારે બ્રિટીશોને ભજિયા-સમોસા જેવી વાનગીઓમાં શું ટપા પડે ? તેઓ સવાલ તમારા મનમાં જ‚રથી ઉદભવતો હશે પરંતુ તેઓ જુના ગીતોમાં જે રીતે કયુઝન કરવામાં આવ્યું છે તેવી રીતે ગુજરાતી વાનગીઓને બ્રિટીશ ટચ આપી ગ્રાહકો માટે વિશિષ્ટ સ્વાદ આપશે.

ફરસાણના મેનેજીંગ ડિરેકટર નૈનેશ પટેલ નવી ફેકટરીને પ્રમોટ કરવા અને સુપરમાર્કેટ ચેઈન્સમાં ઉત્પાદનોનું માર્કેટીંગ કરવા બે અઠવાડિયા માટે ભારત આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, બ્રિટનની કંપનીઓ માટે ભારતમાં મોટી સંભવિતતા છે. અમે બ્રિટનની કંપની તરીકે ભારતના બજારમાં સમોસા જેવા વ્યંજનોનું વેચાણ કરી રહ્યા છીએ. જેમાં ગુજરાતીઓને યુનિક ટેસ્ટ મળશે.

યુ.કે. ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (યુકેટીઆઈ)નું સમર્થન મેળવીને ભારત સાથે જોડાણ મજબુત કરનાર કેટલીક કંપનીઓમાંની એક ફરસાણ છે. મંદી હોવા છતાં તેમજ ઈનિગ્રેશનમાં ઘટાડાને કારણે પણ બ્રિટનમાં ત્રણ અબજ પાઉન્ડનો ભારતીય રેસ્ટોરા ઉધોગ વૃદ્ધિ પામ્યો છે તો વિદેશમાં ચાલતા ભારતીય ઉધોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેમાં ભારતીયો સારી એવી કમાણી કરે છે. લેસ્ટર સ્થિત સંજય ક્રૂડસનું ટર્નઓવર ૫૦ ટકાથી વધીને ૧૫ લાખ પાઉન્ડને સ્પર્શી ગયુ છે અને કેટલાક પ્રતિષ્ઠીત કોન્ટ્રાકટસ મેળવવા ઉપરાંત લંડન સ્થિત કેટરર ચાક ૮૯ સાથે ભાગીદારી કરી છે. હાલ ગુજરાતીઓનો ડંકો દુનિયાભરમાં ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.