Abtak Media Google News

પંચશીલ સ્કૂલના મહેમાન બનેલા ઇંગ્લેન્ડની સેન્ટ એન્થનીઝ સ્કૂલના શિક્ષકો અને છાત્રોએ

રાજકોટના છાત્રો શિક્ષકો સાથેના અનુભવ વર્ણવ્યા: બને સંસ્કૃતિઓ વચ્ચે જ્ઞાનની આપ-લે થઇ

પંચશીલ સ્કુલમાં ઇગ્લેન્ડની સેન્ટ એન્થનીઝ સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ડેલીગેશન આવ્યું છે. આ ડેલીગેશને આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન ભારતીય છાત્રો સાથે શિક્ષકો સાથેના અનુભવ વર્ણાવ્યા હતા.

સેન્ટ એન્થનીઝ સ્કુલના ગર્વનર માઇકલ ફલોરસે કહ્યું હતું કે, ભારતીય છાત્રોની યાદશકિત ખુબ જ તેજ છે. જયારે ઇગ્લેન્ડના છાત્રો પ્રેકટીકલ વકીંગમાં વધુ માને છે. ભારતમાં ટેકસ બુકનું ચલણ વધું છે. જો કે ઇગ્લેન્ડના છાત્રો ઝડપી ફિડબેક આપતા હોય છે. બન્ને સંસ્કૃતિના છાત્રો એકબીજામાંથી ઘણું શિખે છે. પંચશીલ સ્કુલના છાત્રોના લનિંગ અને ક્રિએટાવીટીથી ઇગ્લેન્ડની સેન્ટ એન્થનીઝ સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા. તેમણે ભારતીય સંસ્કૃતિની ભિન્નતાના ભરભેટ વખાણ કર્યા હતા.

પંચશીલ સ્કુલમાં તા. ૧૪-ર થી ૨૧-૨ સુધી નોર્થ ઇંગ્લેન્ડના સન્ડરલેનડ શહેરની ખ્યાતનામ ગર્લ્સ સ્કુલ, સેન્ટ એન્થનીઝ ગર્લ્સ કેથેલીક એકેડમીના શિક્ષકોનું ડેલીગેશન પંચશીલ સ્કુલમાં પધારેલ છે. જેમાં સેન્ટ એન્થનીઝ સ્કુલના ગવર્નર માઇકલ ફલોરસ આ સ્કુલના ઇન્ટરનેશનલ કોર્ડીનેટર મિસ. સોફી કઝીન તેમજ આ સ્કુલનાં સીનીયર સ્ટુડન્ટ જેક, બેટસી અને નીકી મહેાન બન્યા છે.

પંચશીલ સ્કુલ બ્રિટીશ કાઉન્સીલ સાથે વર્ષ ૨૦૧૨ થી જોડાયેલ છે. આ ઉપરાંત પંચશીલ સ્કુલને વર્ષ ૨૦૧૩-૨૦૧૬ તેમજ ૨૦૧૬-૨૦૧૯ એમ સતત બે ઇન્ટર નેશનલ સ્કુલ એવોર્ડ મળેલ છે. જેમના સંદર્ભે પંચશીલ સ્કુલને નોર્થ યુ.કે. ની બ્રાઇટન એવન્યુ પ્રાયમરી સ્કુલ (ગેટસ હેડ) મોક હાઉસ પ્રાયમરી સ્કુલ (નોર્થ શિલ્ડ) હિલ વ્યુ ઇન્ફન્ટ, સન્ડર લેન્ડ તેમજ સેન્ટ એન્થનીઝ ગર્લ્સ કેથેલીક એકેડમી, સન્ડરલેન્ડ અને કવીન એલેકઝેન્ડ્રા ગેઇટસદર સાથે ઇન્ટરનેશનલ પાર્ટનર શીપ છે. દર વર્ષે નોર્થ યુ.કે. ની આ સ્કુલોનું ડેલીગેશન પંચશીલ સ્કુલમાં પધારે છે. તેમજ પંચશીલ સ્કુલનું ડેલીગેશન પણ યુ.કે.ની આ સ્કુલોમાં ઓફિસયલી વીઝીટ કરે છે. હાલ સેન્ટ એન્થનીઝ ગર્લ્સ સ્કુલમાંથી પધારેલ ડેલીગેશનનું તા. ૧૪-૨ ના રોજ પંચશીલ સ્કુલમાં ભવ્યાતિત ભવ્ય વિઘાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત.ેમજ યુ.કે.થી આવેલા શિક્ષકો અને વિઘાર્થીઓ દ્વારા પંચશીલ સ્કુલના વિઘાર્થીઓને નોર્થ યુ.કે. ની સાંસ્કૃતિક બાબતો તેમજ ડાન્સ શીખડાવવામાં આવ્યા તેમજા દ્વારા મ્યુઝીક વર્કશોપ કરવામાં આવ્યો. યુ.કે. ના વિઘાર્થીઓએ બોડીપાર્ટસ એકસરસાઇઝ, સ્લેંગ લેન્ગ્વેજ (ઇગ્લેન્ડની તળપદી ભાષા) સ્પેનીશ લેન્ગ્વેજના લેકચર્સ પણ ગોઠવવામાં આવ્યા. જયારે પંચશીલ સ્કુલના વિઘાર્થીઓ અને શિક્ષકો દ્વારા આવેલ મહેમાનોને આર્ટ અને ક્રાફટ, મહેંદી, ગરબા તેમજ શાળાકીય અનેક બાબતો શીખડાવવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.