Abtak Media Google News

દ્વારકાધિશના ચરણોમાં શીશ નમાવી જગતમંદિર ખાતે ધ્વજારોહણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

દ્વારકા ખાતે જગતમંદિરના પરિસરમાં દ્વારકાધિશ મંદિર વ્યરવસ્થાપક સમિતિના સભ્યોા દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના ધર્મપત્નીશ્રીમતિ અંજલીબેન રૂપાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમની સાથે કૃષિ મંત્રી  ચિમનભાઇ સાપરીયા ઉપસ્થિાત રહયા હતા.

સ્વાગત બાદ મુખ્યતમંત્રીશ્રીએ શારદા મઠ ખાતે પધારીને  દ્વારકાધિશજીની ધ્વૃજાનું પૂજન કરી ઠાકોરજીના દર્શન કરી શ્રધ્ધા્ અને ભક્તિભાવ પુર્વક ધ્વા રકાધિશના ચરણોમાં શીશ નમાવી પુજા અર્ચન કર્યા હતા તથા જગતમંદિરના શિખર પર નુતન ધ્વવજારોહણ કરવામાં આવ્યુંપ હતું.

શારદાપીઠના શંકરાચાર્ય સ્વા મી સ્વરૂપાનંદ સરસ્વાતીજી મહારાજના ૬૭ માં ચાતુર્માસ વ્રત અનુષ્ઠાસન પ્રસંગે આજે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ સહ પરિવાર શુભેચ્છાં મુલાકાત લઇ આશીર્વાદ મેળ્વયા હતા. સ્વામી સ્વમરૂપાનંદ સરસ્વેતીજીએ મુખ્ય્મંત્રીશ્રીને લોકહિતના પગલાઓ માટે રાજયની પ્રજાના આશીર્વાદ તો મળે જ છે પરંતુ શુભ કાર્યોમાં સંતોના આશીર્વાદ આપોઆપ જ મળી જતા હોય છે. તેમ જણાવી મુખ્યકમંત્રીશ્રીને યશસ્વીઆ શાસનના આશીર્વાદ આપ્યામ હતા.  ત્યાર બાદ મુખ્યેમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી.

મુલાકાત પ્રસંગે મુખ્યરમંત્રીશ્રીએ જણાવ્યુંા હતું કે ૭૦૦ કરોડના ખર્ચે ઓખા થી બેટ પુલનું નિર્માણ થવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકભાગીદારીથી નિર્માણ પામેલ સુદામા સેતુના કારણે પંચકુઇ વિસ્તાથરનો પ્રવાસન સ્થ ળ તરીકે વિકાસ થશે. વડાપ્રધાનશ્રીના સ્વખચ્છપ ભારત મિશન અંતર્ગત રાજયના યાત્રાધામોમાં ર૪ કલાક સફાઇની કામગીરી ઉપલબ્ધપ બનાવાઇ છે.

આ પ્રસંગે સાંસદ સુ પુનમબેન માડમ, ધારાસભ્ય  સર્વ પબુભા માણેક,  કિરીટસિંહ રાણા, જિલ્લામ ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, ગ્રામગૃહ નિર્માણબોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગૌસેવા આયોગના અધ્ય ક્ષ ડો. વલ્લમભભાઇ કથીરીયા, નગરપાલિકા દ્વારકાના પ્રમુખ  નીલાબેન ઉપાધ્યાંય, કલેકટર એચ.કે. પટેલ, પ્રાંત અધિકારી ભાવિન સાગર સહિત અગ્રણીઓ મેઘજીભાઇ કણઝારીયા,  રમેશભાઇ હેરમા,  પાલાભાઇ કરમુર,  ચેતન રામાણી વગેરે ઉપસ્થિીત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.