Abtak Media Google News

રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના પ્રયાસોને મળી સફળતા

રાજકોટ-૭૧ ગ્રામ્ય વિસ્તારના સરધારથી કોટડા સાંગણી સ્ટેટ હાઈવે પર હયાત કોઝ-વેમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે લોકોને અવર-જવરમાં તકલીફ પડતી જેથી ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના પ્રયાસોથી ત્યાં બ્રિજના કામ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ૭૦ લાખ મંજુર કરાયા છે સાથો-સાથ કોટડા-રામોદ એમ.ડી.આર. રોડ પર હયાત કોઝ-વેમાં બોકસ કલ્વેર્ટ માટે રૂ.૫૫ લાખ ખાસ મરામત વર્ષ ૨૦૧૭-૧૮ની ગ્રાન્ટમાંથી મંજુર કરેલ છે. જેથી ચોમાસા દરમ્યાન લોકોને અવર જવર માટે ખુબ જ સરળતા રહેશે અને વર્ષો જુની માંગણી હતી તેથી તાલુકા ભાજપના આગેવાનો અરવિદભાઈ સિંધવ, અમિતભાઈ પડારીયા, સહદેવસિંહ  જાડેજા, વલ્લભભાઈ શેખલિયા, વિક્રમભાઈ ખીમાણીયા,  શૈલેષભાઈ અજાણી દ્વારા આવકારી સરકારને અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.