ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની ‘બોકસીંગ ડે ટેસ્ટ’ પ્રેક્ષકો વગર ઝાંખી લાગશે !!!

બોકસીંગ ડે ટેસ્ટને પર્થ ખાતે શિફટ કરવા માંગ કરાઈ

વૈશ્ર્વિક મહામારીનાં કારણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે. તેનાથી ધંધા રોજગારને ઘણો ખરાબ સમયમાંથી પસાર થવું પડી રહ્યું છે. કોરોના મહામારીએ ખેલ જગતને પણ નથી બક્ષ્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના આર્થિક કટોકટીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ઉપર ૩૦૦ કરોડ ડોલરની ખાધ ઉભી થઈ છે. જેને પૂરા માટે ક્રિકેટ રમાવું અત્યંત જરૂરી છે. હાલ બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલીયા દ્વારા ટેસ્ટ સીરીઝ રમાવવા માટેનો નિર્ણય લેવામા આવ્યો હતો. ઓસ્ટ્રેલીયાનાં પૂર્વ સૂકાની માર્ક ટેલરે જણાવ્યું હતુ કે, ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચેની બોકસીંગ ટેસ્ટ એક આઈકોનીક મેચ હશે, પરંતુ ઓસ્ટ્રેલીયામાં કોરોનાના કેસોની વધતી સંખ્યાની સામે મેચ પ્રેક્ષ્કો વગર રમાઈ તેની સ્થિતિ ઉદભવીત થઈ છે. જોકે આ પૂર્વે વડાપ્રધાન સ્કોટ મોરિસે ૨૫ ટકા પ્રેક્ષકોની હાજરીની પરવાનગી પણ આપી હતી.

ઓસ્ટ્રેલીયાનાં પૂર્વ સૂકાની માર્ક ટેલરનું માનવું છે કે, જો આ મેચ પ્રેક્ષ્કો વગર રમાશે તો સા‚ નહિ લાગે હર હંમેશ ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચેનોમેચ રોમાંચક તબકકામાં જોવા મળતો હોઈ છે, જેનો આનંદેવા લોકો મેચ નિહાળતા હોઈ છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ભારતીય ટીમ ઓકટોબર માસમાં ૩ ટી.૨૦ મેચ રમશે, સાથોસાથ ૪ ટેસ્ટ મેચ અને ૩ વન્ડે રમવાની પણ મંજૂરી મળેલી છે. બોકસીંગ ડે ટેસ્ટ ૨૬મી ડિસેમ્બરનાં રોજ મેલબોર્ન ખાતે રમાશે.

ઓસીનાં પૂર્વ સૂકાની માર્ક ટેલરે જણાવતા કહ્યું હતુ કે ડિસેમ્બરમાં ક્રિસમસનો માહોલ સૌથી વધુ જોવા મળે છે. ત્યારે આ સ્થિતિમાં એમસીજી ગ્રાઉન્ડ પર ફકત ૧૦ કે ૨૦ હજાર દર્શકો મેચ નિહાળે તે યોગ્ય નથી. જેથી ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ બંને દેશો વચ્ચેની ટેસ્ટ મેચોને પર્થનાં ચોપરસ સ્ટેડિયમ અથવા એડીલેડનાં ઓવલ ગ્રાઉન્ડ પર રમાડવું જોઈએ, જેથી પ્રેક્ષ્કોની સંખ્યા એમકે વધુ પ્રમાણમાં જોવા મળે .

વડાપ્રધાનની મંજૂરી હોવા છતાં આ નિર્ણય સરકાર પર રહેશે તેઓ ખાલી સ્ટેડિયમમાં બોકસીંગ ડે ટેસ્ટ કરાવે છે કે દર્શકોને મંજૂરી આપે છે. જોકે આ બોકિંસગ ડે ટેસ્ટને પર્થમાં સીફટ કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા બોર્ડ તેને ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે પૂરા પ્રેક્ષ્કો સાથે કરાવી શકે છે. જે સ્ટેડીયમની ક્ષમતા ૬૦ હજાર દર્શકોની છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમનાં સુકાની ટીમ પેને પણ કહ્યું હતુ કે, બોકિસંગ ડે ટેસ્ટ દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં યોજાવી જોઈએ જેથી તેનો આનંદ પ્રેક્ષ્કો પૂરી માત્રામા માણી શકે હાલ ઓસ્ટ્રેલીયાનાં વિકટોરીયા રાજયોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં મેલબોર્નમાં ૨૬ ડિસેમ્બરનાં રોજ યોજાનારો ટેસ્ટ મેચ પર્થ ખાતે રમાડવો જોઈએ.

Loading...