Abtak Media Google News

‘મીઠુ’ અગરીયાઓને લાગ્યું ‘મીઠું’

આ વર્ષે અગરીયાને વધારે ભાવ મળવાની શરૂઆત

ફેબ્રુઆરી પછી મીઠાંના બજાર મા તેજી નો પવન ચાલી રહ્યો છે . આ તેજી  ના હિસાબે  કચ્છ ના નાના રણ વિસ્તાર મા ઝીંઝુવાડા – ખારાધોડા વિસ્તારમા  અગરિયા ને મીઠુ પકવવાના ૧૦૦ કિલો મીઠુ પકવવાના ૩૦ – ૩૨થી લઇને  ૩૫ રૂપિયા મા સોદા થયાનું જાણવા મળે છે .

કેટલાક વેપારી અને અગરિયા ઓ એ આ વાતને પૃષ્ટિ કરતા કહ્યું હતુ કે  આઝાદી પછી કદાચ પહેલી વખત એક સાથે આટલો ભાવ વધારો થઇ રહ્યો છે. અને એ સારી બાબત પણ છે . અમે અગાઉ પણ લખી ચુક્યા છીએ કે  મીઠાં નો ગાદી તકિયા ઉપર બેસી ને કરવાનો ધંધો એટલે કે આખા મીઠાંનો ધંધો ધીમે -ધીમે  ઘટી રહ્યો છે . અને કોર્પોરેટ સેક્ટર જેમ રિફાઇન સોલ્ટ ની માંગ વધી રહી છે. ખારાધોડામા નવી રિફાઇનરી ઓ આવી રહી છે . અને આખા મીઠાં ના વેપારીઓ ઘટી રહ્યા છે. આપણે આને સમય પ્રમાણે નું પરિવર્તન કહી શકીયે બીજું શુ !!!…

Img 20200711 102540

મીઠુ પકવતો આ વિસ્તાર ઝાલાવાડ છે . જ્યાં ઝાલા રાજા ઓ એ  અગરિયા ઓ ની સારી કાળજી રાખી હતી એનો ઊમદા દાખલો ઝીંઝુવાડા છે .  એક વખત ગામડાઓ મા એવી કહેવત હતી કે   ઝીંઝુવાડા નું ઊજળું મીઠુ ને ઝાલાવાડ ના કાલા (એ વખતે કાલા ફોલવાનો અને તેમાંથી રૂ જુદું કરવાનો મોટો ઉદ્યમ હતો ઝાલાવાડ મા ) એ રૈયત ને કાયમ વહાલા …..  એ  જમાના મા પ્રજા ઝીંઝુવાડા ના મીઠાં ને ધોળું કે સફેદ નહી પણ ઊજળું કહેતી હતી .કારણ કે એ મીઠાં એ  તેના પકવનાર  અગરિયા ને ઉજળા રાખ્યા હશે . સલામ ઝીંઝુવાડા ના  ઊમદા સાશકો ને ….આજે પણ પાસાદાર અને  શ્રેષ્ઠ  ઊજળું  વડાંગરું – પોડાવાળું મીઠુ ઝીંઝુવાડા મા જ થાય છે . પરંતુ , અહીંયા આપણે આ વરસે  અગરિયા ઓ ને ભાવ વધારો મળી રહ્યા ની વાત કરીયે છીએ . ખુબ આનંદ ના સમાચાર છે . આ વરસે મીઠુ પકવવા જવા વાળા પણ વધશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.