Abtak Media Google News

તંત્રની બેદરકારી સામે યોગ્ય કરવા માંગ

ભારતના પુરાતત્વ ખાતા પાસે રાણકદેવીના મહેલ નામનો ઉલ્લેખ ક્યાંય ન હોવાનો એક ચોંકાવનારો ખુલાસો આરટીઆઇમાં બહાર આવવા પામ્યો છે.

જૂનાગઢ ખાતે આવેલ પ્રાચીન અને પૌરાણિક, ઐતિહાસિક ઉપરકોટ મા રાણકદેવીના મહેલથી પ્રખ્યાત ઐતિહાસિક જગ્યા આવેલી છે, અને આ જગ્યાની બહાર પુરાતત્વ વિભાગ દ્વારા જુમ્મા મસ્જિદ એવું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જે બાબત ધ્યાનમાં આવતા, તેમની સામે ભારે વિરોધ વંટોળ ઉભો થયો હતો અને ભૂતકાળમાં આ બાબતે અનેક સમાજ, અગ્રણીઓ દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.

જૂનાગઢ ના ઉપરકોટ માં રાણકદેવીના મહેલની પ્રાચીન જગ્યા ઉપરથી આ બોર્ડ રીનોવેશન કામના બહાના તળે આ વિવાદિત બોર્ડ હટાવી લેવામાં આવ્યો હતો. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા પુરાતત્વ વિભાગમાં આરટીઆઈ કરવામાં આવી હતી, જેના જવાબમાં પુરાતત્વ વિભાગે જણાવ્યું હતું કે, તેમના દફતરમાં રાણકદેવીના મહેલ જેવો કોઈ જ ઉલ્લેખ ઉપરકોટ માટે થયેલ નથી.

અત્રે નોંધનીય છે કે હજાર વર્ષેનો ઇતિહાસ ધરાવતા ચુડાસમા અને રા પરિવાર આ ઉપરકોટ ઉપર રાજ કરી ચૂક્યા છે અને રાણકદેવીના ઇતિહાસ અને દંતકથા મુજબ ઉપરકોટમાં રાણકદેવીનો મહેલ આવેલો છે, પરંતુ પુરાતત્વ વિભાગના ચોપડે રાણકદેવીનો મહેલ લખાયું નથી તેવું સામે આવતા ફરી પુરાતત્વ વિભાગની બેદરકારી સામે વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે. અને આ અંગે રાજપૂત સમાજ સહિતના જાગૃત નાગરિકો દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.