Abtak Media Google News

ચહેરો છૂંદી નાખી, પથ્થર બાંધી, ગોદડામાં વિટેલી હાલતમાં લાશ મળી

મોરબીના પીપળીયા ગામ નજીક કુવામાં યુવાનનો મૃતદેહ મળી આવ્યાની માહિતીના આધારે પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર દોડી જઈ મૃતદેહ કુવામાંથી બહાર કાઢી યુવાનને મોતને ઘાટ ઉતારીકુવામાં ફેંકી દીધા હોવાનું પોલીસને જણાતા તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી પીપળી ગામના કુવામાં અંદાજે ૩૫ વર્ષના યુવાનની કોહવાયેલી લાશ હોવાની બાતમીનાં આધારે પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને કુવામાંથી બહાર કાઢતા પોલીસ અને ફાયરનો સ્ટાફ પણ ચોકી ઉઠ્યો હતો. મૃતક યુવાનનું મોઢુ છુંદી મોતને ઘાટ ઉતારી લાશ કુવામાં નાખી દીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ.

ઘટનાની જાણ થતા ડીવાય એસપી બન્નો જોશી, તાલુકા પીએસઆઈ એન.જે. રાણા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક યુવાનને પથ્થરથી મોઢૂ છૂટી હત્યા નિપજાવી લાશ કુવામાં ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું હતુ મૃતક યુવાનની ઓળખ મેળવવા અને હત્યાની પ્રબળ શકયતા સાથે પોલીસે તપાસનો ધમધમાટશ‚ કર્યો છે. વાડીના કુવામાંથી મૃતદેહ મળતા અનેક તર્કવિર્તકવહેતા થયા છે. મોતનં સાચુ કારણ જાણવા મૃતદેહ ફોરેન્સીક પોસ્ટમોર્ટમક માટે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.