Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં તેમજ ગુજરાત પ્રદેશ આઈ.ટી.-સોશ્યલ મીડિયાના ક્ધવીનર જયભાઈ શાહ, યુવા ભાજપ પ્રભારી ફાલ્ગુનભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યુવા ભાજપ દ્વારા શહેરની હરીવંદના કોલેજ ખાતે બ્લોગર્સ મીટનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ‘નમો વોલેન્ટરી’ અભિયાન, ‘ભારત કે મન કી બાત’, ‘નમો એપ’, કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની માહિતી સોશ્યલ મીડિયાના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચે તેવા આશયથી યુવા વર્ગને ગુજરાત પ્રદેશ આઈ.ટી.-સોશ્યલ મીડિયાના ક્ધવીનર જયભાઈ શાહ, રાજકોટ યુવા ભાજપ પ્રભારી ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બ્લોગર્સ મીટમાં જયભાઈ શાહ, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, પ્રદીપ ડવ, પૃથ્વીસિંહ વાળા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.