Abtak Media Google News

અંધત્વના મુદ્દા પર પોતાની સામેની એફઆરઆઈ રદ કરવા ‘સુરદાસે’ આરોપીએ કરેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્રનો જવાબ માંગ્યો

હાલના ટેકનોલોજીના યુગમાં ગુન્હેગારોને શોધી કાઢવા જેમ હાઈટેક બની રહ્યા છે. તેની સાથે ચોર પણ ટેકનોલોજીનો લાભ લઈને હાઈટેક બની રહ્યા છે. ગુન્હેગારો સરકારી તંત્રમાં વ્યાપેલી ગેરરીતિનોલાભ લઈને પોતાના બચાવના માધ્યમો ઉભી કરી લેતા હોય છે. જેથી આવી સ્થિતિમાં પોલીસ અને ન્યાયતંત્ર પણ અસમંજસની સ્થિતિમાં મૂકાય જવા પામે છે. અમદાવાદમાં પાંચ વાહન ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ પોતે ૧૦૦ ટકા આંધળો હોવાનો મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરીને ચોરી કરી શકે તેવી સ્થિતિમાં હોવાનો દાવો કરતા પોલીસ અને ન્યાયતંત્ર પણ માથું ખંજવાળતું થઈ ગયું છે.

અમદાવાદમાં છેલ્લા બે માસમાં થયેલી પાંચ ટુ વ્હીલર વાહન ચોરીમાં આરોપી એવા અહેમદ શેખ નામના ૩૨ વષિય શખ્સે ગુજરાત હાઈકોર્ટમાં તેમની સામેની ફરિયાદ રદ કરવા માંગ કરી છે. આ શખ્સે તેમની નિર્દોષતા સાબિત કરવા પોતે ૧૦૦ ટકા અંધ હોવાનું બ્લાઈન્ડ પીપલ્સ એસોસીએશનનું વષૅ ૨૦૦૯નું અને સિવિલ હોસ્પિટલનું વર્ષ ૨૦૧૭નું મેડીકલ સર્ટિફીકેટ રજૂ કર્યું હતુ શેખનાવકીલ અનુરાગ રાઠોડેએવો પણ દાવો કર્યો હતો કે શેખ અંધ હોવાથી તેમની નિયમિત કામગીરી કરવામાં અસમર્થ છે. તેમને પોલીસે આ કેસમાં અન્ય આરોપીઓનાં નિવેદનોના આધાર પકડવામં આવ્યા છે. તેમની સામે પોલીસ પાસે કોઈ પૂરાવા નથી આ દલીલો બાદ જસ્ટીસ એસ.એચ. વોરાએ સરકારી તંત્રોનો જ વાબ રજૂ કરવા તાકીદ કરીને આગામી સુનાવણી ૨૪મી માર્ચ પર રાખી છે.

6.Saturday 1

આ કેસની વિગત એવી છે કે ડીસેમ્બર ૨૦૧૯માં અમદાવાદના રામોલ, ઈસનપૂર, નરોડા પોલીસે વાહન ચોરીની એક એક એફઆઈઆર જયારે વટવા પોલીસે તેમની સામે બે એફઆઈઆર નોંધીને ધરપકડ કરી હતી આ ધરપકડ આ કેસોમાં અન્ય આરોપીઓના નિવેદન બાદ કરવામાં આવી હતી. આ કેસોમાં જામીન મેળવવા અમદાવાદની મેટ્રોપોલીટીન કોર્ટમાં તેમના વકીલ એમ.એ. સંગ્રામે દલીલો કરી હતી જેમાં પણ શેખ અંધ હોવાનો દાવો કરાયો હતો. પરંતુ મેટ્રોપોલીટીન કોર્ટે શેખને જામીન ન આપતા જેલ હવાલે કર્યા હતા. આ પહેલા પણ શેખ વર્ષ ૨૦૧૭માં બાપુનગ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીમાં ઝડપાયો હતો. જેના પૂરાવા તરીકે પોલીસે તે વાહનમાં જતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.