ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન સાથે મહીલા સ્વયસેવી સંસ્થાઓનો સીધો સવાદ કાર્યક્રમ યોજાયો

123

શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રુપાણી, મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહાંમત્રી પુનીતાબેન પારેખની આગેવાનીમાં તેમજ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, કાશ્મીરાબેન નથવાણીની ઉ૫સ્થિતિમાં શહેર ભાજપ મહીલા મોરચા દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે દૂરદર્શન તેમજ નમો એપના માઘ્યમથી શહેરની મહીલા સ્વયસેવી સંસ્થાઓ સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને શહેરની મહીલા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. આ સીધા સંવાદ કાર્યક્રમમાં શહેરની દીનદયાલ અત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તાલીમ કાર્યક્રમના લાભાર્થી બહેનો જોડાયા હતા.

આ તકે કંચનબેન સિઘ્ધપુરા, રાબીયાબેન સરવૈયા, કલ્પનાબેન કિયાડા, સંગીતાબેન છાયા, કોર્પોરેટર રુપાબેન શીલુ, ડો. દર્શીતાબેન શાહ, દુર્ગાબા જાડેજા, પ્રીતીબેન પનારા, મીનાબેન પારેખ, વિજયાબેન વાછાણી : જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, જયોત્સનાબેન ટીલાળા અતીતાબેન ગોસ્વામી સહીતના બહોળી સંખ્યામાં  કાર્યકતા બહેનો  ઉપસ્થિત રહ્યા હતા.

Loading...