Abtak Media Google News

ડિબેટ નહીં લોકોના દિલ જીતવા પર ફોકસ કરવા તેમજ આક્રમકતાની સાથો સાથ સાલીનતાએ મીડિયા ક્ષેત્રને સંલગ્ન કાર્યકરનો સ્વભાવ બનાવવા હાંકલ

ગુજરાત વિધાનસભાની ચૂંટરીની તૈયારીઓના આખરી ચરણમાં ભાજપે સોશ્યલ-આઈટી મીડિયા ટીમ માટે વર્કશોપ યોજયો હતો. જેમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના હાજર રહ્યાં હતા. આ બેઠકમાં ડિબેટ નહીં લોકોના દિલ જીતવા પર ફોકસ કરવા અને સાલીનતાથી મીડિયા ક્ષેત્રને સંલગ્ન સ્વભાવ રાખવા સમજાવવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રચાર-પ્રસારના માધ્યમો દિન-પ્રતિદિન બદલાતા રહે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટીથી ભાજપાના કાર્યકરને તે સમયે પ્રશિક્ષિત કરતા રહ્યા હતા. જેને પરીણામે મીડીયા તેમજ સોશીયલ મીડીયાના માધ્યમી ભાજપામાં નાનામાં નાનો કાર્યકર પરિચિત તેમજ ભાજપાની વિચારધારા છેવાડાના માનવી સુધી લઇ જવા માટે સક્ષમ છે.

આ વર્કશોપમાં કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીજીએ ચૂંટણીમાં મીડીયા તેમજ સોશીયલ મીડીયા વિભાગની જવાબદારી વિશે પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યુ હતુ કે, દરેક ચૂંટણીનો એક આગવો સંદર્ભ હોય છે. મીડીયામાં પોતાની વાત મુકવા માટે સંદર્ભ અનિવાર્ય છે. છેલ્લી ચાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનું મૂલ્યાંકન કરતાં જેટલીજીએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૦૨ બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને તેમજ ગરવી ગુજરાત વિરૂધ્ધ બેફામ પાયાવિહોણા આક્ષેપો સોનો પ્રચાર જ્યારે ચરમસીમાએ હતો અને હકીકતમાં વાસ્તવિકતા આ જુઠ્ઠાણાી તદ્દન વિરૂધ્ધ હતી, તે બાબત તા વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨માં કેન્દ્રના કોંગ્રેસના શાસનમાં ગુજરાતના વિકાસમાં જે રીતે અવરોધો ઉભા કર્યા હતા તે તમામ બાબતો જે તે સમયે મીડીયા તેમજ સોશીયલ મીડીયાના માધ્યમી આપણે અસરકારક રીતે લોકોને પહોચાડી શક્યા હતા. સને ૨૦૦૭માં નરેન્દ્રભાઇ મોદીના આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા થયેલા અપપ્રચારની સામે જીતેગા ગુજરાત ના નારા સાથે ભાજપા ચૂંટણીના મેદાનમાં ઉતરીને માત્ર વિકાસના એજન્ડા સો પ્રજાનો વિશ્વાસ સંપાદન કરીને ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં હંમેશા સકારાત્મક મુદ્દા અને શાલીનતાી ભરેલી આક્રમકતા અનિવાર્ય છે. મીડીયા સો સંલગ્ન વ્યક્તિઓ દ્વારા પ્રચાર-પ્રસારના માધ્યમોનો વિવેકપૂર્વક ઉપયોગ અને સંદર્ભ તેમજ વિષય અંગે માહિતી ખુબ જ જરૂરી છે.

રક્ષામંત્રી નિર્મલા સીતારમનજીએ તેમની પ્રભાવક શૈલીમાં ઉપસ્તિ કાર્યકરોને સંબોધતા કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થઇ રહેલા વિકાસના અનેકાનેક કાર્યો વિશે સહવિસ્તાર માહિતી આપી હતી. દેશમાં માત્ર પરિવર્તન નહી પરંતુ આમુલ પરિવર્તન આવી રહ્યુ છે. ભાજપાના શાસનમાં અંત્યોદયના વિકાસની વિચારધારા કેન્દ્ર વર્તી રહી છે. જ્યારે નર્મદા યોજના હોય કે ગેસની પાઇપ લાઇન નાખવાની વાત હોય, ગુજરાતના વિકાસને ડગલે ને પગલે રોકવાનું કાર્ય યુ.પી.એ.ના શાસનમાં કોંગ્રેસે કર્યુ છે. યુ.પી.એ.ના શાસનમાં ગુજરાતના સંસદસભ્યો ગુજરાતના સળગતા પ્રશ્નોને લઇને તેની પુસ્તિકા બનાવીને પ્રત્યેક સત્રમાં કાયમ માટે કોંગ્રેસ સરકાર ભારપૂર્વક રજુઆત કરતા દ્રષ્યો મને બરાબર યાદ છે તેમ નિર્મળાજીએ જણાવ્યુ હતુ.

આ સંયુક્ત કાર્યશાળાને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છેલ્લા બે દાયકામાં ભાજપા શાસનમાં યેલ અને વિશિષ્ટરૂપે છેલ્લા એક વર્ષમાં સાકાર પામેલા વિક્રમી વિકાસ કાર્યોની રૂપરેખા સૌને આપી હતી.

છેલ્લા  બે દાયકામાં ભાજપાના શાસનમાં, ચાહે એ નરેન્દ્રભાઇનું શાસન હોય, શ્રીમતી આનંદીબેન પટેલનું શાસન હોય કે વર્તમાન શાસન હોય. એવુ એકપણ કાર્ય એવુ ની યુ કે જેનાી ભાજપાના કાર્યકરે તેનું માુ શરમી ઝુકાવવું પડે. આપણે ડંકાની ચોટ ઉપર ગર્વભેર કહી શકીએ તેવા પ્રજાકલ્યાણના કાર્યો મન મૂકીને કર્યા છે. કોંગ્રેસના શાસનમાં ૧૯૯૫ પહેલા રાજકોટમાં ચાર-ચાર દિવસે પાણી આવતુ, લોકો છ-છ ફૂટ ઉંડા ખાડા ખોદીને પાણી ભરતા, પાણી માટે ટ્રેનો તા ટેંન્કરો દોડતા હતા. અમદાવાદમાં તે સમયે છાશવારે રમખાણો તા, કરફ્યુ નખાતો, અજંપા અને અશાંતિના દિવસોમાં પ્રજાને જીવન પસાર કરવુ પડતુ હતુ.

ભાજપાનું શાસન આવ્યા પછી શાંતિ, સલામતિ પ્રજાજીવનમાં સ્વાભાવિક બન્યા છે. સુજલામ સુફલામ યોજના હોય, સૌની યોજના હોય કે નર્મદા યોજના હોય  આજે પાણીનો પ્રશ્ન ભૂતકાળ બન્યો છે. સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો તા ૨૦૦૦ તળાવો સૌની યોજના દ્વારા પાણીી ભરાવાના છે. નર્મદા આપણી સંસ્કૃતિ અને વિકાસની હસ્તરેખા છે. ૧૯૬૧માં જવાહરલાલ નેહરૂએ શિલાન્યાસ કર્યા પછી ૧૯૭૫ સુધી કોંગ્રેસનું કેન્દ્ર તા રાજ્યમાં એકચક્રી શાસન હતુ, તેમ છતા નર્મદા યોજના સહેજ પણ આગળ ન વધી તેનો કોંગ્રેસ પાસે શું જવાબ છે?

આ વર્કશોપમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે પોતાની આગવી શૈલીમાં કોંગ્રેસ દ્વારા તા નકારાત્મક અને જુઠ્ઠાણાી સભર પ્રચાર અંગે મીડીયા ડિબેટ ટીમના સભ્યોને અવગત કર્યા હતા અને ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં ભાજપા શાસનમાં યેલ નક્કર કાર્યોને પૂર્ણ આત્મવિશ્વાસી જનજન સુધી પહોંચાડવાની મીડીયા ડિબેટ ટીમના સભ્યોને હાકલ કરી હતી.

ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ તેમની મનનીય શૈલીમાં ડિબેટ પેનલના સભ્યોની ભુમિકા અને આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં મીડીયા વિભાગના કાર્યકરોની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, ડિબેટ પેનલના સભ્યોએ રાજ્ય અને દેશના રોજેરોજના સમાચારો તેમજ મહત્વની ઘટનાઓ બાબતે સતત માહિતગાર રહેવુ જોઇએ તેમજ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિકાસલક્ષી સફળ કામગીરી અને પ્રજાલક્ષી યોજનાઓની સંપૂર્ણ માહિતી લોકો સુધી સરળ શૈલીમાં પહોંચાડવી જોઇએ.

ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા જી.વી.એલ. નરસિમ્હારાવે મીડીયા પ્રબંધન બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ તેમજ મીડીયા કાર્યકરોને સનિક મીડીયા સાથે સતત સંપર્કમાં રહીને ભાજપાની માહિતીસભર વિકાસના કાર્યોની સંપૂર્ણ માહિતી પહોંચાડવાની હાકલ કરી હતી.

પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ તેમની રસાળ શૈલીમાં મીડીયા ક્ષેત્ર સો જોડાયેલા કાર્યકરોને યોજક અને સર્જક વચ્ચેનો ભેદ વર્ણવીને વ્યક્તિની ઓળખ તેના અને વ્યવહારી તી હોય છે તેના મહત્વને સમજાવ્યુ હતુ. પ્રદેશ ક્ધવીનર ડો. હર્ષદ પટેલે ડિબેટ પેનલ અને જીલ્લા મીડીયા ક્ધવીનરોને વ્યવસ સંબંધી ઉપયોગી માહિતી આપી હતી.

સોશીયલ મીડીયાના ઇન્ચાર્જ અમિતભાઇ ઠાકરે સોશીયલ મીડીયાના કાર્યકર્તાઓને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓ જનજન સુધી પહોચાડવા માટે પેજ પ્રમુખો સહ બુ સુધી વોટ્સએપ ગૃપ બનાવવાનું આહવાન કર્યુ હતુ અને જીલ્લાસહ સોશીયલ મીડીયા વિભાગની કામગીરીનો સંપૂર્ણ તાગ મેળવ્યો હતો. સોશીયલ મીડીયાના ઇન્ચાર્જ પંકજભાઇ શુક્લે સોશીયલ મીડીયાના ટેકનિકલ બાબતો, એનાલીટીકલ બાબતોનું પ્રેઝન્ટેશન કરીને સોશીયલ મીડીયા વિભાગના કાર્યકર્તાઓને સોશીયલ મીડીયા પર એક્ટિવ થવા પર માર્ગદર્શન આપ્યુ હતુ. ઇન્ચાર્જ તરૂણભાઇ બારોટે આગામી સમયમાં યોજનારા સોશીયલ મીડીયાના સેમીનાર તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.