Abtak Media Google News

લીલાપર રોડ પર સ્થિત રામોજી ફાર્મમાં બે લાખ ચોરસમીટર જગ્યામાં ભવ્યાતિભવ્ય આયોજન

આગામી તારીખ ૨૫ થી દુંદાળા દેવ ગણપતિબાપના આગમનને વધાવવા ઠેર-ઠેર આયોજનો થઈ રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી મોટો કહી શકાય તેવો ગણેશોત્સવ મોરબીના આંગણે ઉજવાશે,ગણેશ મંડપ મોરબીના અરવિંદભાઈ બારૈયા દ્વારા લીલાપર રોડ સ્થિત રામોજી ફાર્મમાં બે લાખ ચોરસમીટર જમીન ઉપર અનોખો ગણેશોત્સવ ઉજવવા તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મમાં આગામી તા.૨૫ થઈ સિદ્ધિવિનાયક કા રાજા ની સવારી ધૂમધડાકા ભેર આવશે અને સતત દશ દિવસ સુધી રોજે-રોજ અવનવા શણગાર સાથે વિઘ્નહર્તા દેવનું પૂજન થશે,સિદ્ધિવિનાયક કા રાજા ના આયોજન અંગે અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે અમો છેલ્લા નવ વર્ષથી ગણેશોત્સવ ઉજવવીએ છીએ જેમાં આ વર્ષે બે લાખ ચોરસમીટર જમીન ઉપર ગણેશોત્સવનું આયોજન કરાયું છે,દરરોજ ભાવિકો માટે સાંજે ૭ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે જેમાં ભવિકજનો પોતાના ઘરેથી તૈયાર કરેલી આરતી લાવી દરરોજ સાંજે સત વાગ્યે થનારી મહાઆરતીમાં લાભ લઇ શકે છે.

વધુમાં રવિંદભાઈએ ઉમેર્યું હતું કે ગણેશોત્સવના આયોજન માં અનેરા આકર્ષણ રૂપે આ વર્ષે પંડાલમાં ગણેશ મહાત્મય કથાનું આયોજન કરાયું છે જેમાં તારીખ ૨૭ થી વેદાંતચાર્ય ડો.દિલીપજી ભગવાન શ્રીગણેશજીની કથાનું રસપાન કરાવશે,આ ઉપરાંત સમાપન સમયે તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમને ઉમેર્યું હતું.

સમગ્ર રાજ્યમાં પ્રથમ કહી શકાય તેવી વિશાળ જગ્યામાં યોજાનાર આગણેશોત્સવમાં બાળકોને મોજ પડે તે માટે અલાયદા મેદાનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેમાં બાળકો માટે મનોરંજન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવ માટે મોરબી અપડેટ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે અને આ ગણેશોત્સવને લગતી દરેક બાબતો લોકો સુધી પહોંચાડવામાં મોરબી અપડેટ સહભાગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.