Abtak Media Google News

આઈસીસી વર્લ્ડ કપ – 2019ની વિજેતા ટીમને 40 લાખ ડૉલર એટલે કે લગભગ 28 કરોડ રૂપિયા મળશે, જે ટૂર્નામેન્ટનાં ઇતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ હશે. 10 ટીમોની વિજેતા ટીમને એક ટ્રોફી પણ આપવામાં આવશે. આઈસીસીનાં નિવેદન અનુસાર ટૂર્નામેન્ટની કુલ ઇનામી રકમ 1 કરોડ ડૉલર એટલે કે લગભગ 70.12 કરોડ રૂપિયા હશે. ઉપવિજેતા ટીમને લગભગ 14 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો સેમી ફાઇનલ હારનારી ટીમને 8 લાખ ડૉલર એટલે કે લગભગ 5.60 કરોડ રૂપિયા મળશે.

30 મેથી શરૂ થઇ રહેલી ટૂર્નામેન્ટ 11 જગ્યાઓ પર રમાશે. દરેક લીગ મેચ માટે પણ ઇનામી રકમ છે. જે અંતર્ગત વિજેતા ટીમને 28 કરોડ રૂપિયા, ઉપવિજેતા ટીમને 14 કરોડ રૂપિયા, સેમીફાઇનલ હારનારી ટીમને 5.60 કરોડ રૂપિયા, દરેક લીગ મેચની વિજેતા ટીમને 28 લાખ રૂપિયા અને લીગ મેચોથી આગળ જનારી ટીમને 70 લાખ રૂપિયા આપવામાં આવશે.

ટૂર્નામેન્ટની ફાઇનલ 14 જુલાઈનાં રોજ ક્રિકેટનાં મક્કા કહેવાતા લૉર્ડ્સમાં થશે. સેમીફાઇનલ મુકાબલો માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડ અને બર્મિંઘમનાં એજબેસ્ટન મેદાન પર 9 અને 11 જુલાઈનાં રમાશે. પહેલી મેચ યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો અત્યાર સુધી એકપણવાર વર્લ્ડ કપ જીતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.