Abtak Media Google News

ગીતા મારો પરમ ગુરૂ છે.એ મારૂ હ્વદય છે. તે મારૂ અતિ ઉત્તમ જ્ઞાન છે,ગીતા મારૂ આવિનાશી (કદીનાશ ન પામનારૂ)જ્ઞાન છે.તે મારૂ શ્રેષ્ઠ નિવાસ અને પરમપદ છે.ગીતા મારૂ પરમ રહસ્ય છે એમ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે.મહર્ષિવ્યાસેનો ગીતા શાસ્ત્ર તો ગાવા અને પાળવા જેવું પરમપદ દાયક કર્તવ્ય છે તેમ જણાવેલ છે.જયારે મને કોઈ ધર્મ સંકટ આવી પડે ત્યારે હું ગીતામાતાનું શરણું લઈ છું તેમ ગાંધીજીએ કહ્યું હતું. તે આપણે પથ પ્રદર્શન કરે છે. પણ જો ગીતામૃતનું પાન કરવું હોય તો શ્રધ્ધાપૂર્વક ગીતા પાઠ કરવો જોઈએ.

મહાત્મા થોરોએ ભગવદ્દ ગીતાનો મહિમાં જણાવતા કહેલ કે ગીતાએ ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાનની સર્વોેત્તમ રચના છે તેને લખનાર દેવતાને અગણિત વર્ષો થઈ ગયા છતાં તેની તુલનામાં આવી શકે એવો બીજો એકપણ ગ્રંથ નથી. સ્વામિવિવેકાનંદજી એપણ ભગવદ્દ ગીતાએ ઉપનિષદરૂપી બગીચાઓમાંથી વીણી કાઢેલા આધ્યાત્મિક સત્યો રૂપી પુષ્પો વડે ગૂંથેલી સુંદર છડી કલકી છે સંસારના સર્વ દુ:ખ માત્રની નિવૃતિ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે ગાન તો પ્રશ્ર્ન ગીતાનું અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાવા યોગ્ય છે તેમ શ્રીમદ્ શંકરાચાર્ય જણાવે છે.

ભગવદ્દ ગીતા એક પરમ રહસ્યમય ગ્રંથ છે.એમાં સંપૂર્ણ વેદોનો સાર સંગ્રહ છે એની રચના એટલી સરળતે સુંદર છે કે થોડોક અભ્યાસ કરવાથી પણ મનુષ્ય અને સરળતાથી સમજી શકે છે.શ્રીમદ્દ ભગવદ્દ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્યવાણી છે.એનો મહિમા અપારે છે.એપરિમિત છે. એનું યર્થાથમાં વર્ણન કોઈ કરી શકતું નથી.શેષ-મહેશ ગણેશ પણ એના મહિમાને પૂર્ણ પણે નથી કહી શકતા.તો પછી મનુષ્યની તો શુ વિસાત! ઈતિહાસ પુરાણોમાં એનો ઠેર-ઠેર મહિમાં ગવાયો છે.એને એકત્ર કરી લેવામાં આવે તો પણએમ કહી શકાય કે એનો મહિમા આટલોજ છે.સાચીવાત તો એ છેકે  એના પૂર્ણ મહિમાની વાત થઈ જ ન શકે માટે જ તે અપરિમિત છે ભગવદ્દ ગીતાજીનો આશય એટલો ગુઢ અને ગંભીર છે. કે આજીવન નિરંતર અભ્યાસ કરતાં રહેવા છતાં એનો અંત નથી આવતો પ્રતિદિન નવા-નવા ભાવ ઉત્પન થતાં જ રહે છે.એકાગ્રચિત્ત થઈને શ્રધ્ધાભકિત સહિત વિચાર કરવાથી એના પદ-પદમાં પરમ રહસ્ય ભરેલું પ્રત્યથી પ્રતીત થાય છે.ભગવાનનાં ગુણ પ્રભાવ અને મર્મનું તથા કર્મ અને જ્ઞાનનું વર્ણન જે રીતે ગીતા શાસ્ત્રમાં કરાયું છે, એવું અન્ય એક પણ શબ્દ સદુપદેશથી ખાલી નથી. એમાં કરાયેલી તમામ વાતો યથાર્થ છે.

Knowledge Corner Logo 4

ગીતામાં તમામ શાસ્ત્રોનો સાર ભર્યો છે એને તમામ શાસ્ત્રોનો ખજાનો કહેવો પડે. એનું જ્ઞાન સારી રીતે મેળવી લેતા તમામ શાસ્ત્રોનું તાત્વિક જ્ઞાન આપમેળે થઈ શકે છે. એના માટે અલગ પરિશ્રમ કરવાની જરૂર નથી.

શાસ્ત્રોમાં ગંગા સ્નાનનું ફળ મુકિત જણાવાયું છે.પરંતુ ગંગામાં સ્નાન કરનાર સ્વયં મુકત થઈ શકે છે.એ બીજાને તારવાનું સામર્થ્ય નથી ધરાવતો પરંતુ ગીતારૂપી ગંગામાં સમર્થ બની જાય છે.ગંગા તો ભગવાનના ચરણોમાંથી ઉત્પન થઈ છે. અને ગીતા સાક્ષાત ભગવાન નારાયણના મુખાર વિન્દ માંથી નિકળી છે.

મહાભારતમાં પણ કહ્યું છે સર્વ શાસ્ત્રોમય ગીતા પરંતુ આટલું કહેવું  પર્યાપ્ત નથી. કારણકે તમામ શાસ્ત્રોની ઉત્પતિ વેદોમાંથી થઈ,વેદો પ્રાગટય ભગવાન બ્રહ્મમાજી મુખેથી થયું અને બ્રહ્મમાજી ભગવાનના નાભિ કમળ માંથી ઉત્પન્ન થયા. એટલે બધા શાસ્ત્રોથી ચઢિયાતી કહેવાય છે.

હું ગીતાના આશ્રયે રહું છું.ગીતા મારૂ શ્રેષ્ઠ ગૃહ છે ગીતાના જ્ઞાનનો સહારો લઈને જ હું ત્રણેય લોકનું  પાલન કરૂ છું. ગીતાજી ભગવાનો શ્ર્વાસ હ્વદય છે અને ભગવાનની વાંગમયિ મૂર્તિ છે. જેના હ્વદયમાં, વાણીમાં શરીરમાં તથા સમસ્ત ઈન્દ્રિયો અન ેતેની ક્રિયાઓમાં ગીતા રમી રહી છે એ પુરૂષ સાક્ષાત ગીતાની મૂર્તિ છે એના દર્શન-સ્પર્શ-ભાષણ અને ચિંતનથી પણ બીજા મનુષ્ય પરમ પવિત્ર બની જાય છે.વાસ્તવમાં ગીતા સમાન સંસારમાં યજ્ઞ,દાન, તપ,તીર્થ વ્રત, સંયમ અને ઉપવાસ આદિ કાંઈ પણ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.