Abtak Media Google News

કોરોના સંક્રમણમાં સાવધાની રાખવા જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ટીમે નાગરિકોને આયુર્વેદિક સિધ્ધાંતોના ઉપાયો દર્શાવ્યા

કોવીડ-૧૯એ એક બીટા કોરોના વાયરસ છે જેમાં સાધારણ શરદી /તાવ જેવા લક્ષણોથી લઈને ન્યુમોનિયા સુધીની ગંભીર તકલીફો થઈ વ્યક્તિને શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.

હાલમાં થયેલ અભ્યાસ બતાવે છે કે  આ રોડ સંક્રમિત વ્યક્તિના ઉધરસ કે છિંક દ્વારા હવામાંથી અથવા તો  સંક્રમિત વ્યક્તિ કે  તેના દ્વારા  ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓને  સ્પર્શ કરી અને એજ હાથ વડે  નાક, કાન અથવા તો  મોઢા ઉપર સ્પર્શ કરવાથી જીવાણુઓ શ્વસનતંત્ર ને સંક્રમિત કરે છે ચેપ લાગેલી વ્યક્તિના  નજીકના સંપર્કમાં રહેવાથી અથવા તેની સથે હાથ મિલાવવાથી પણ  આ વાયરસ ફેલાય છે. આ કારણસર  કોવીડ-૧૯ એક વૈશ્વિક  મહામારીના રૂપ માં ફેલાયેલ છે.  વળી આ નવા પ્રકારનો વાયરસ હોય  એના વિશે વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી.તેથી તેની અસરકારક દવાઓ પણ ઉપલબ્ધ નથી. સંક્રમણને ફેલાતું વહેલી તકે અટકાવવા લોકોમાં જાગૃતિ કેળવવી એ જ એક માત્ર ઉપાય છે.

પ્રવર્તમાન સ્થિતિમાં  જનતાને પોતાના સ્વાસ્થ્યની  કાળજી અને સ્વચ્છતા માટે શિક્ષિત કરવી ખૂબ જ આવશ્યક છે.  જે રીતે આ વાયરસ  ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા  લોકોમાં ઘાતક બની રહ્યો છે. પ્રત્યેક લોકોએ સ્વયંને તંદુરસ્ત રહેવા પર ધ્યાન આપવું જોઈએ. આ માટે આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર  તંદુરસ્તી જાળવવા માટે અમુક બાબતો પર  વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

દિનચર્યાનું નિયમિત રીતે પાલન કરવું, જ્યારે ભૂખ લાગે ત્યારે વ્યક્તિની જરૂરિયાત મુજબ તાજો અને સુપાચ્ય અને હળવો ખોરાક લેવો, પચવામાં ભારે હોય તેવો ખોરાક લેવો નહીં તથા મીઠાઈઓ ઓછા પ્રમાણમાં લેવી, ઉજાગરો કરવો નહીં તથા સમયસર સુવાનું રાખવું જોઈએ.  ઘરે રહીને પણ હળવી કસરતો કરવી, જે વ્યક્તિને તંદુરસ્ત રહેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.  વાસી,  ઠંડો,  ફ્રિઝમાં રાખેલો, તળેલો કે કરેલો ખાટો કે આથા વાળો ખોરાક કે ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો, ઠંડા પવનના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું, તેના બદલે સ્વચ્છ હવાની અવરજવર યુક્ત જગ્યામાં રહેવું,  ભીડભાડવાળી જગ્યામાં જવું કે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. ઘરમાં જ રહેવાનો આગ્રહ રાખો. ઘર તથા આસપાસના વાતાવરણને શુદ્ધ કરવા માટે લીમડાના પાન,  અગર ઘોડાવજ, કપૂર, સપ્તપર્ણી, ગુગળ, ઇત્યાદિનો ધૂપ કરવો. હાથને આલ્કોહોલયુકત હેન્ડવોશ  અથવા તો સાબુથી વારંવાર નિયમિત રીતે  વ્યવસ્થિત સાફ કરતા રહો,  કોઈ વ્યક્તિને  જે ઉધરસ કે છીંક ખાતી હોય તેના અને તમારા વચ્ચે  ઓછામાં ઓછું  એક મીટરનું અંતર રાખો, જ્યારે ઉધરસ કે  છીંકખાઓ છો ત્યારે તમારું મોં રૂમાલ કે સ્વચ્છ કપડા વડે ખાસ ઢાંકો, જાહેરમાં થૂકો નહીં, પાચનક્રિયા બરાબર રાખવા માટે તા શરદી ખાંસી થી બચવા માટે હળદર, તુલસી, આદુ, કાળા મરી નાખીને ઉકાળેલું પાણી નવશેકું ગરમ પીવું.  એલચી, લવિંગ, આદુ, તુલસીના પાન,લસણની કળી વગેરે ચૂસવા, ગળામાં કફ તો અટકાવવા વારંવાર ગરમ પાણીથી કોગળા કરવા, આમ છતાં પણ જો ગળાના દુખાવો, તાવ આવે,  થાક લાગે, સૂકી ઉધરસ આવે,  નાક બંધ થાય,  નાકમાંથી ચીકણો થાવ આવે કે ચિકો આવે શ્વાસ લેવામાં તકલીફ પડે તો વધુ સારવાર માટે ચિકિત્સકનો તાત્કાલિક સંપર્ક કરવ આ યાદીમાં જણાવાયું છે.

વધુમાં વૃદ્ધો તથા બાળકો ઉપરાંત જે લોકો બીમાર છે. ડાયાબિટીસ, હાઈ બીપી,  કેન્સર, કિડનીની કે દમ જેવાકોઈ રોગોથી લાંબા સમયથી પીડાય રહ્યા છે તેવા લોકોની વિશેષ સંભાળ લો કેમ કે આવા લોકોમાં આ રોગ વધારે ઘાતક પુરવાર થાય છે.

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવા લોકોને આ વાયરસ વધારે અસર કરે છે એટલે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી એ જ ઉત્તમ ઉપાય છે.  આયુર્વેદમાં પણ મહામારી સમયે તેનાથી બચવા માટે રોગ ઉત્પન્ન થતા અટકાવવા રસાયણ સેવન કરવાનું ભારપૂર્વક જણાવેલ છે એટલે જે ઔષધ દ્રવ્યો શ્વાસ પ્રણાલીની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે તેવા દ્રવ્યો  જેમકે ગળો, અશ્વગંધા,અરડુસી, હળદર અવા ચવ્યનપ્રાશ લઈ શકાય. તાજેતરમાં આયુષ મંત્રાલય દ્વારા કોવીડ-૧૯થી બચવા માટે જે માર્ગદર્શિકા પ્રકાશિત થયેલ છે તેમાં જણાવ્યા મુજબ ષડંગાપનીય (નાગરમો, પિતપાપડો, સુગંધી વાળો,સુંઠ ચંદન અને કાળો વાળોથી)  ઉકાળેલું પાણી ૧૦ગ્રામ પાઉડર ૧ લિટર પાણીમાં નાખી અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળી ને પીવાના ઉપયોગમાં લેવું.  અગત્સ્ય હરીતકી ૫ગ્રામ બે વખત ગરમ પાણી સાથે લેવી.  સિસમની વટી ૫૦૦મિલીગ્રામ દિવસમાં બે વખત લઈ શકાય.

આયુર્વેદ અનુસાર અત્યારની પરિસ્થિતી જનપદોધ્વંશની સુચક છે. જેમાં વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો એક સમાન રોગી ગ્રસ્ત થઈને મૃત્યુ પામે છે.  આ સંજોગોમાં જનજાગૃતિ અને સમય સમય પર તબીબો અને સરકાર દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનનું ચુસ્તપણે પાલન કરીને આપણું અને સમાજનું સ્વાસ્થ્ય જાળવવું એ જ એક માત્ર ઉપાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.