એબીની નજરે શ્રેષ્ઠ આઈપીએલ ઈલેવન !!!

શુકાની તરીકે મહેન્દ્રસિંહ ધોની, વિરેન્દ્ર સહેવાગ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજાની કરી પસંદગી

દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ સુકાની અને વિસ્ફોટક બેટસમેન એબી ડિવિલયર્સ તેની શ્રેષ્ઠ આઈપીએલ ઈલેવન ટીમ જણાવી છે જેમાં ટીમના સુકાની તરીકે કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીની પસંદગી કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડનાં કેન વિલિયમ્સન અને ઓસ્ટ્રેલિયાનાં સ્ટીવ સ્મિથનો પણ સમાવેશ કરાયો છે. એબીનાં જણાવ્યા મુજબ કેન અને સ્ટીવ ચોથા ક્રમ માટેનાં દાવેદાર તરીકે પસંદ કરાયા છે. હર્ષા ભોગલે સાથેની વાતચીતમાં પણ ડી વિલિયર્સે જણાવતા કહ્યું હતું કે, પોતાની આઈપીએલ ટીમ બનાવવા માટે ૪ વિદેશી ખેલાડીઓની જરૂરીયાત હતી જેમાં ચોથા ક્રમ પર કેન વિલિયમ્સન, સ્મિથ અથવા પોતે ઉતરે તેવું પણ જણાવ્યું હતું. આઈપીએલની દિલ્હી ડેરડેવીલ ટીમનાં ભૂતપૂર્વ ખેલાડી અને ભારતનાં પણ ભૂતપૂર્વ વિસ્ફોટક બેટસમેન વિરેન્દ્ર સહેવાગની પણ પસંદગી કરી છે જેની સામે રોહિત શર્માનું પણ નામ સામે આવ્યું છે કે જેને ગત પાંચ વર્ષમાં ખુબ સારી રમત પણ રમી છે.

આઈપીએલમાં બેેંગલોર તરફથી રમી રહેલા એબી ડિવિલયર્સે ત્રીજા ક્રમ માટે વિરાટ કોહલીની પણ પસંદગી કરી છે જયારે ઈંગ્લેન્ડનાં મેવ્રીક, ઓલ રાઉન્ડર બેન સ્ટોકસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ભારતનાં ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, અફઘાનીસ્તાનનો સ્ટાર સ્પીનર રસીદ ખાન, ભુવનેશ્ર્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને કગીશો રબાડાનો પણ સમાવેશ કર્યો છે. હાલનાં આ વૈશ્ર્વિક મહામારીનાં સમયમાં આઈપીએલને મુલત્વી રાખવાનો જે નિર્ણય સામે આવ્યો છે તેનાથી ક્રિકેટ જગતમાં પણ ખલભલી મચી ગઈ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામેનાં ટી-૨૦ વિશ્ર્વકપ માટે પણ હજુ કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી ત્યારે ટી-૨૦ વિશ્ર્વકપ કે જે સપ્ટેમ્બર માસમાં યોજાવાની વાત સામે આવી છે તે સમયગાળા દરમિયાન આઈપીએલ ને રમાડવામાં આવે તેવું હાલ સુત્રો દ્વારા જાણવામાં પણ આવ્યું છે. વિસ્ફોટક બેટસમેન ડિ વિલિયર્સે પોતાની આઈપીએલ ઈલેવન ટીમ માટે વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા, વિરાટ કોહલી, વિલિયમ્સન અથવા સ્ટીવ સ્મિથ અથવા પોતે ચોથા ક્રમ પર બેટીંગ કરવાનો નિર્ણય લીધેલો છે ત્યારબાદ બેન સ્ટોકસ, મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, રસીદ ખાન, ભુવનેશ્ર્વરકુમાર, કગીશો રબાડા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કર્યો છે.

Loading...