મગજની શ્રેષ્ઠ કસરત : જગ્લિંગ

JUGLING
JUGLING

વેકેશનમાં બાળકોના બ્રેઇનને વધુ સ્માર્ટ બનાવવું હોય અવા તો વડીલોને લાંબા ગાળે મગજની તકલીફોી બચાવવા હોય તો શરૂ કરી દો દડા ઉછાળીને રમવાનું. જેમ-જેમ વધુ દડા જગલ કરવાની ક્ષમતા વધશે એમ-એમ બ્રેઇન બળવાન બનવા લાગશે

મગજને કસવા માટે પઝલ્સ જ સોલ્વ કરવાની હોય એવું ની. મગજને કસવા માટે કેટલીક એવી પ્રવૃત્તિઓ પણ છે જે કરવાી આપમેળે મગજને કામે લાગવું પડે અને પોતાની કેપેસિટી વધારવી પડે. વેકેશનમાં બાળકોનું મગજ ખીલે એવી પ્રવૃત્તિઓ કરાવવાનું વિચારતા હો તો જગ્લિંગ ઇઝ બેસ્ટ ઑપ્શન. ખાસ કરીને ખૂબ જ ચંચળ હોવાી એકાગ્રતા ન જાળવી શકતા બાળકો માટે એ વરદાન છે. આ માત્ર રમત ની, જર્મની અને સ્પેનના રિસર્ચરોએ જગ્લિંગ પર સઘન અભ્યાસ કરીને એને બ્રેઇનની બેસ્ટ એક્સરસાઇઝ ગણાવી છે. મગજને જેટલું વાપરો એટલું વધુ ખીલે અને એ વધારે વપરાય એ માટે જગ્લિંગ અદભુત ઍક્ટિવિટી છે.

બેસ્ટ વર્કઆઉટ કેમ?

માત્ર યિરી અને અભ્યાસો જ નહીં, આ એવી પ્રવૃત્તિ છે જે કોઈ પણ ઉંમરની વ્યક્તિના બ્રેઇનને ચપળ અને ઍક્ટિવ કરી નાખે છે. દરેક વયના લોકો આ રમતને વર્કઆઉટમાં ક્ધવર્ટ કરી શકે છે. એનું કારણ એ છે કે જગ્લિંગી મગજની અંદર સંદેશાની આપ-લે કરતું નેટવર્ક સઘન બને છે. એટલું જ નહીં, મગજ અને બોડીની મૂવમેન્ટ વચ્ચેનું કમ્યુનિકેશન પણ સુધરે છે. એટલે જ ફક્ત બાળકો માટે જ નહીં, સિનિયર સિટિઝન્સ માટે પણ આ બેસ્ટ વર્કઆઉટ છે.

જગ્લિંગી મગજમાં શું ાય?

જ્યારે આપણે ત્રણ કે એી વધુ દડા વારાફરતી ઉછાળીને કેચ કરતા રહીએ છીએ ત્યારે મગજ શું કરે છે  આપણું શરીર કોઈ પણ પ્રકારનું હલનચલન કરે છે એ આપણા મગજ દ્વારા ક્ધટ્રોલ તું હોય છે. મગજ કમાન્ડ ન આપે તો તમે હા-પગ તો શું આંખની પાંપણ પણ ન હલાવી શકો. એમાંય ખાસ કરીને જમણી બાજુના અવયવોનો ક્ધટ્રોલ ડાબી બાજુના મગજ દ્વારા અને ડાબી બાજુના અવયવોનો ક્ધટ્રોલ જમણી બાજુના મગજ દ્વારા ક્ધટ્રોલ ાય. મતલબ કે તમારે ડાબો હા-પગ ઊંચો કરવો હોય તો જમણી બાજુનું મગજ કામ કરે અને જમણી બાજુના હા-પગ માટે ડાબું મગજ. જગ્લિંગ કરીએ ત્યારે ડાબા અને જમણા હાની ખૂબ ઝડપી અને અટપટી મૂવમેન્ટ કરવી પડે છે. આંખો સતત ઉપર-નીચે તા બોલને જોતી હોય છે એટલે મગજને એમાં પણ ધ્યાન રાખવું પડે. એક હો દડો ઉછાળવાનો અને લગભગ એ જ સમયે બીજા હો દડો ઝીલવાનો અને સો હવામાં ઉછળતા દડા પર નજર રાખવાની. આ બધું એક રિધમ મુજબ કરવા માટે ઘણુંબધું ક્ધટ્રોલ કરવું પડે. જે માટે મગજના મોટર ન્યુરોન્સ એટલે કે શરીરની હલનચલન સો સંકળાયેલા કોર્ટેક્સ નામના ભાગને જબરી કસરત મળે. રિધમ સાે આ બધું તું હોય એટલે કોમ્પ્લેક્સ મૂવમેન્ટ કરવા માટે મગજમાં આપમેળે ન્યુરોન્સ વચ્ચેનું કમ્યુનિકેશન સરળ બને અને મગજને સંદેશાવહનની ગતિમાં વધુ તેજી લાવવી પડે.

બાળકોને સ્માર્ટ અને વડીલોને ઍક્ટિવ

મગજને મળતી કસરતને કારણે વડીલો અને બાળકો બન્ને માટે સારી છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને સાબિત પણ કર્યું છે કે જગ્લિંગ કરવાી મગજની ગ્રે મેટરમાં વધારો ાય છે. વ્યક્તિની શીખવાની, સમજવાની, વિશ્લેષણ કરવાની ક્ષમતા વધે છે અને વ્યક્તિ સ્માર્ટ બને છે. ૧૮ વર્ષી નાની વ્યક્તિનું મગજ વિકાસના તબક્કામાં હોય છે એટલે જગ્લિંગ દ્વારા ગ્રે મેટરમાં વધારો થાય છે અને ચેતાતંતુઓનું સઘન નેટવર્ક ક્રીએટ ાય છે. જ્યારે પાછલી વયે મગજની કાર્યક્ષમતા ઘટતી જતી હોય ત્યારે આ એક્સરસાઇઝી ક્ષીણ તું ન્યુરોન નેટવર્ક અટકે છે. સિનિયર સિટિઝન્સમાં મોટા ભાગે બોડીનું સંતુલન રાખવાની સમસ્યા પેદા થાય છે. વડીલોને પોતાના શરીરને બેલેન્સ કરવામાં તકલીફ પડતી હોવાી ઘણીબધી પ્રવૃત્તિઓ ની કરી શકતા. જો આ ક્ષમતાઓ ક્ષીણ થાય એ પહેલાં જ જગ્લિંગ શરૂ કરી દેવામાં આવે તો તેમના મગજનો સુધરે છે. ઑલ્ઝાઇમર્સના દરદીઓમાં મગજના કોષોનું ડીજનરેશન વાી યાદશક્તિ ક્રમશ: ઘટતી જાય છે. એમાં પણ જગ્લિંગ કરાવવાી ડીજનરેશનની પ્રક્રિયા ધીમી પડે છે.

મેડિટેશન જેવી અવસ

જેમ હસવું અને લોટ ફાકવો એ બે કામ સો ન ાય એમ જગ્લિંગ એવી પ્રવૃત્તિ છે જેમાં તમારું મન બીજે ભટકતું હોય તો ન ચાલે. ઍરોબિક્સ, જિમ વર્કઆઉટ, વોકિંગ-જોગિંગ કે ઈવન યોગાસન જેવી કોઈ પણ એક્સરસાઇઝ કરતી વખતે તમારું મન બીજે ભટકતું હોય એવું શક્ય છે. જગ્લિંગમાં તમારે મન અને શરીર બન્નેને એક જ કામમાં પૂરેપૂરી રીતે જોતરવાં પડે છે. ફોકસ કેળવ્યા વિના તમે દડા ઉછાળી શકો, પણ ઝીલી ન શકો. દૃષ્ટિ, સ્પર્શ અને ધ્વનિ એમ ત્રણ ઇન્દ્રિયો કામે લાગી હોય એ ઉપરાંત શરીરનું હલનચલન અત્યંત નિયંત્રિતપણે કરવાનું હોય આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે મગજ થોડીક ક્ષણો માટે ોટલેસ હોય. બીજો કોઈ જ વિચાર કર્યા વિના માત્ર આ જ પ્રવૃત્તિને પહોંચી વળવામાં મગજ પળોટાયેલું હોય એ એક મેડિટેશન જેવી અવસ છે. એનાી એક કામ પ્રત્યેનું ફોકસ વધે છે. અત્યંત ચંચળ અને પલાંઠી વાળીને પાંચ મિનિટ બેસી ન શકતા હોય એવાં બાળકો પણ આ પ્રવૃત્તિમાં માસ્ટરી મેળવીને એકાગ્રતા કેળવતાં શીખી શકે છે.

જગ્લિંગ કેવી રીતે શરૂ કરવું?

યોગાસન કે જિમ વર્કઆઉટ કરવા માટે તમારે ટ્યુટર સો રાખવો મસ્ટ છે, પણ જગ્લિંગ તમે જાતે પણ કરી શકો છો. હા, કોઈ એક્સપર્ટનું માર્ગદર્શન મળે તો તમારી સ્કિલ્સ જલદી સુધરે, પણ જો કોઈના માર્ગદર્શન વિના કરો તોપણ તન-મનને કોઈ જ નુકસાન ની તું. જાતે જગ્લિંગ એક્સરસાઇઝ કરવી હોય તો એની ટિપ્સ, સૌી પહેલાં તો એક જ ટેનિસ બોલી શરૂઆત કરવી. એક હો ઉછાળવાનું અને બીજા હો ઝીલવાનું. કેમ કે એક હો બોલ પર ગ્રિપ રાખવાનું પણ બાળપણ અને ઘડપણમાં અઘરું હોય છે. એટલું ફાવી જાય એ પછી બે દડા લેવા. શરૂઆતમાં દડાને વધુ ઊંચા ઉછાળવા જેી હાની મૂવમેન્ટ માટે વધુ સમય મળે. જેમ-જેમ હાની મૂવમેન્ટમાં ચપળતા આવતી જાય એમ-એમ દડાને ઉછાળવાની હાઇટ ઘટાડવી. ત્રીજા તબક્કામાં ત્રણ બોલ અગેઇન વધુ ઊંચાઈ પર ફેંકીને શરૂ કરવા. ફાવટ આવતી જાય એમ દડાની સંખ્યા વધારતા જવાય. પાંચ દડા સામટા જગલ કરતાં ફાવે એ પછીી બીજા અનિયમિત આકારવાળા ઑબ્જેક્ટ્સ સો જગ્લિંગ કરી શકાય. આ એવી કસરત છે કે એમાં કોમ્પ્લેક્સિટી ઉમેરતા જઈને તમે મગજને વધુ ને વધુ કસી શકો છો.

Loading...