Abtak Media Google News

ભાઈભાઈથી જુદા પડતા મુકેશ કરતા અનિલની સંપત્તિ વચ્ચે ત્રણ લાખ કરોડનો તફાવત

એકજ લોહી છતા વેપાર બુધ્ધીમાં અલગ એવા અંબાણી બ્રધર્સના જીવનમાં કેટલાક ઉતાર ચડાવ આવ્યા જેમાં તેઓ દિશા અને દશા બંનેનું ઉદાહરણ બન્યા તેથી બંને તેથી બંને ભાઈઓની સંપતિમાં પણ મોટો તફાવત રહી ભાઈ ભાઈથી જુદા પડતા મુકેશ કરતા અનિલની સંપતિ વચ્ચે ત્રણ લાખ કરોડનો તફાવત છે. બ્લૂમબર્ગમાં પ્રકાશીત એક રિપોર્ટના આધારે દેશના સૌથી અમીર પરિવારના ભાઈઓની કહાની.

૬૧ વર્ષિય મુકેશ અંબાણી ચીનના અલીબાબા ગ્રુપના માલીક જેક માને પછાડી દુનિયાના સૌથી ધનવાન બની ચૂકયા છે. મુકેશે રિલાયન્સ જિયો લોન્ચ કરી દેશમાં ઈન્ટરનેટ ક્રાંતી લાવી દીધી હતી.

આ સાથે જ તેમની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પણ ૧૦૦ અબજ ડોલર કલબમાં સામેલ થઈ ગઈ. બિલિયોનેર્સ ઈન્ડેકસ મુજબ મુકેશની વ્યકિતગતસંપતિ ૪૩.૧ અબજ ડોલરને પાર થઈ ગઈ છે.

તો મોટાભાઈ મુકેશથી માત્ર ૨ વર્ષ નાના અનિલ અંબાણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો તેમનો બિઝનેસ કાયદાકીય અને ફંડની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તો તેમની કંપનીના શેરનો ભાવ પણ ગગડી રહ્યો છે. બ્લૂમબર્ગ ઈન્ડેકસ મુજબ તેમની વ્યકિતગત સંપતિ ૧.૫ અબજ ડોલર ઓછી થઈ ગઈ છે.

બંને ભાઈઓની સંપત્તિમાં અંતરની શરૂઆત ૧૬ વર્ષ પહેલા થઈ હતી. જયારે તેમના પિતા ધીરૂભાઈ અંબાણીનું કોઈ વસીયતનામું કર્યા વિના મૃત્યુ થઈ ગયું તેમના નિધન બાદ મુકેશ અને અનિલ વચ્ચે મતભેદ શરૂ થયા, જેની અસર તેના બિઝનેસ પર જોવા મળી હતી. વર્ષ ૨૦૦૫માં કોકિલાબેનની હાજરીમાં વિવાદ ઉકેલાયો જેમાં મુકેશના ભાગમાં ઓઈલ રીફાઈનરી અને પેટ્રોકેમીકલ્સનો બિઝનેસ આવ્યો, જયારે અનિલને પાવર જનરેશન અને ફાઈનાન્સીયલ સર્વીસ જેવા બિઝનેસ આપવામાં આવ્યો. સાથે જ ટેલીકોમ બિઝનેસ પર પણ તેમણે જે કબજો જમાવ્યો.

મુકેશે જ ગ્રાહકોને ઘણી ઓછી કિંમતે મોબાઈલ હેન્ડસેટ અને સિમ કનેકશન સાથે આપીને દેશમાં મોબાઈલ ક્રાંતી લાવી દીધી હતી ત્યારે વાયરલેસ ડિવિઝને અનિલ માટે વિશાળ તકો લાવ્યું મુકેશે મોબાઈલ નેટવર્ક પર ઘણો મોટો દાવ ખેલ્યો હતો. તેની અસર થઈ કે બોમ્બે સ્ટોક એક્સચેંજ પર રિલાયન્સના શેર છેલ્લા દાયકાના મોટાભાગમાં સમયમાં નબળા જ રહ્યા. લોન્ચીંગનાં બે વર્ષમાં ૭૦ હજાર ગ્રાહક મળતા કંપની તરત જ નફો કરવા લાગી ત્યાં સુધી અનિલ અંબાણીની સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી હતી કે તેણે પોતાની સંપતિ વેચવી પડી અને કંપનીના શેર ગગડવા લાગ્યા ત્યારે મુકેશે અનિલની ઈજજત બચાવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.