Abtak Media Google News

પાંચ દિવસ યોગ પ્રાણાયામ સાથે સ્કિલ ટ્રેનીંગ પણ અપાશે: શ્રીશ્રી રવિશંકર યુવાનો સાથે ઓનલાઈન સંવાદ કરશે

શ્રીશ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લીવીંગનો યુવાનો માટેનો ખાસ યસ + કોર્ષ યુવાનનો દેશભરમાં આવતીકાલથી પ્રારંભ થનાર છે. તા.૨૫ સુધી યોજાનારા આ કોર્ષમાં દેશભરમાંથી ૧૫,૦૦૦થી પણ વધુ યુવાનો ભાગ લેશે જે અંતર્ગત રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિ. અને એવીપીટીઆઈ દ્વારા પણ આયોજન થયેલ છે. એવીપીટી ઈન્સ્ટીટયુટ, હેમુ ગઢવી હોલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે સાંજે ૫.૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી કોર્ષ ચાલશે

યુવાનો સાથે પૂ.ગૂ‚જી શ્રીશ્રી રવિશંકરનો ઓનલાઈન સંવાદ પણ યોજેલ છે. જે અંગે વિગત આપવા દિપકભાઈ પંજાબી, રાજીવ સોલંકી, ડો.એ.એસ. પંડયા, કિશન દવે, કુશલ મહેતાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ કોર્ષ થકી યુવાનોમાં રહેલ તનાવ ઉદાસીનતા ગુસ્સો, ચિંતા, ફરિયાદ, એકલાપણું જેવા નકારાત્મક ભાવને સુદર્શન ક્રિયા તથા જુદી જુદી પ્રોસેસ અને હળવા યોગના માધ્યમ દ્વારા દૂર કરી યુવાનોમાં નવો ઉત્સાહ, આનંદ, નિષ્ઠા નેતૃત્વ, પ્રેમ, ખુશી, એકાગ્રતા તથશ પોતાના ધ્યેય પ્રત્યે વચનબધ્ધતાના ગુણો ખીલવવાનો આ સુંદર મોકો પ્રાપ્ત થશે. આ કોર્ષ દેશની માતબાર યુનિવર્સિટી જેવી કે એઆઈએમએસ, એનઆઈટી, એનઆઈએફટી, બીઆઈટીએસ, વગેરે માં પણ થયેલ છે.વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે ૯૯૨૫૬ ૧૩૦૭૨ અથવા ૯૮૨૪૨ ૦૪૮૪૪ ઉપર સંપર્ક કરવો. વિવિધ કોલેજોનાં ૧૫ થી ૨૦ વિદ્યાર્થીઓ આ કોર્ષમાં જોડાશે. કોર્ષમાં યોગ, પ્રાણાયામ સહિત લાઈફ સ્કીલ, સોફટ સ્કીલ, માઈન્ડ મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશન સ્કીલ વિશે પણ તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થી ૧૮ વર્ષનો થાય ત્યારે તે મુળ સ્વભાવ અને આંતરીક શકિતઓને ભૂલી અને બહારની નેગેટીવ બાબતો સાથે ભળી ગયો હોય છે ત્યારે તેની આંતરીક શકિતઓને ખીલવવા અને મુળ સ્વભાવે પરત લાવવાનું કામ ‘યુવાન’ પ્રોજેકટ દ્વારા થઈ રહ્યું છે. આ કોર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિ.નાં સેનેટ સભ્ય મેહુલભાઈ ‚પાણીનો સહયોગ પ્રાપ્ત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.