કેળાની છાલ વધારશે ચહેરાની સુંદરતા…!

banana-peel
banana-peel

કેળા તો સૌ કોઇ ખાતા હોય છે. પરંતુ તેની છાલ ફેંકી દેતા હોય ે. પરંતુ તમે તેનાથી પણ તમારા ચહેરાની સુંદરતા વધારી શકો છો. તમે કેળાની છાલનું ફેસ માસ્ક બનાવી શકો છો તેનાથી ચહેરામાં ડાઘા-ધબ્બા દૂર થાય છે.

કેળાની છાલમાં અનેક વિટામિન હોય છે જે શરીરમાં એંઝાઇમ્સ અને પ્રોટીન એક્ટીવેટ કરે છે. જો તમારા ચહેરા પર કરચલીઓ થઇ રહી હોય તો તેના માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે કેળાને છાલને ચહેરા પર થોડી વખત માટે રગડતુ તેમાં ગુલાબ જળ લગાવવું અને ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ લેવો આમ કરવાથી કરચલીઓ ધીમે-ધીમે ખતમ થઇ જશે.

જો આપને આંખમાં કાળા ઘેરા છે અને તેનાથી આપ છુટકારો પામવા માંગો છો. તો કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો તેના માટે છાલની અંદરના રેશા કાઢી લેવા તેમા એક ચમચી ઓલિવ જેલ મેળવો, પછી આ પેસ્ટને આંખોની આજુબાજુ લગાવી દો, હવે ૧૦ મિનિટ બાદ ચહેરા ઠંડા પાણીથી ધોઇ લો.

આમ કરવાથી આંખોના ડાર્ક સર્કલ ખતમ થઇ જશે. જો આપની સ્કિન ઓઇલી હોય તો કેળાની છાલનો ફેસ માસ્ક બનાવી શકો છો. તેના માટે છાલની અંદરનો ભાગ કાઢી એક ચમચી મધ અને લીંબુનો રસ મેળવવો અને ચહેરા પર સ્ક્રબની જેમ રગડો.

Loading...