Abtak Media Google News

ડુંગળીના વધેલા ભાવોને કાબુમાં લેવા કેન્દ્રીય કેબીનેટે મોડે મોડેથી વિદેશમાં ૧.૨ લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કરાયો: આગામી માસમાં ડુંગળીનો ચોમાસુ પાક બજારમાં આવવાનો છે ત્યારે આયાતી ડુંગળીના કારણે ભાવ નીચા જતા ખેડુતોને ફરી રડવાનો વારો આવે તેવી સંભાવના

બજારમાં વેંચાતી જીવનજરૂરી ચીજવસ્તુઓનો યોગ્ય પુરવઠો જળવાઇ રહે અને ઓછા કે વધારે પુરવઠાના કારણે જે તે પાકના ભાવ તળીયે કે ઉંંચકાઇ નહી તે જોવાની જવાબદારી સરકારની છે. પરંતુ, સરકારી તંત્રની કુંભકર્ણ નિંદ્રાના કારણે સરકાર બજાર સાથેનો તાલમેલ ગુમાવી દીધો હોય તેવો ધાટ સમાયંતરે જોવા મળે છે. આવુ જ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના મુદ્દે થયું છે. ચાલુ વર્ષે  દેશમાં થયેલા ડુંગળીના ઓછા પાકના કારણે છેલ્લા થોડા સમયથી બજારમાં ડુંગળીના ભાવો ઉંચકાયા હતાં. જેથી સરકારે ડુંગળીના ભાવો ઉચકાયા હતા. જેથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકયો હતો. પરંતુ, નેમ છતાં ડુંગળીના ભાવો નીચે ન આવતા ગઇકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં વિદેશમાંથી ૧.૨ લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય મોડેથી કરાયો હોય તે ગ્રાહકોને ઉપયોગી તો થશે પરંતુ ખેડુતોને રડાવશે તેવો ધાટ જોવા સર્જાયો છે. દેશની બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા માટે અને ઉંચકાયેલા ભાવોને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે ૧.૨ લાખ ટન ડુંગળીની આયાત કરવાના ખાદ્ય મંત્રાલયના નિર્ણયને ગઇકાલે મંજુરી આપી દીધી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને કેબીનેટની બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ માહીતી આપી હતી ૧૬ નવેમ્બરના રોજ ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે સરકારી કંપની એમએમટીસી દ્વારા એક લાખ ટન ડુંગળીની આયાત કરશે. દેશમાં ડુંગળીની ઉપલબ્ધતામાં સુધારો લાવવા માટે સરકારે ખાનગી આયાતને પણ મંજુરી આપી દીધી છે.

ખરીફ સીઝન ૨૦૧૯-૨૦૨૦ માં ડુંગળીના ઉત્પાદનમાં ૨૬ ટકાનો ધટાડો થવાને કારણે પેદા થયું છે. આયાત સુનિશ્ર્ચિત કરવા ઉપરાંત સરકારે નિકાસ પર પ્રતિબંધ સ્ટોક મર્યાદા કરવા સહીતના અનેક પગલા લીધા છે. કેન્દ્રીય કેબીનેટે વિદેશમાંથી ૧.૨ લાખ ટન ડુંગળી આયાત કરવાના નિર્ણય બાદ જેની સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડીસેમ્બર માસના મઘ્ય કે અંતમાં ડુંગળી ભારતમાં આવશે. સામાન્ય રીતે ચોમાસુ ડુંગળીનો જથ્થો ડીસેમ્બર માસમાં બજારમાં આવતો હોય છે. ચાલુ વર્ષે  મહારાષ્ટ્ર સહીતના ડુંગળીનાના મુખ્ય ઉત્પાદક રાજયોમાં અતિવૃષ્ટિના સંજોગોના કારણે ડુંગળીના પાકનું ફરીથી વાવેતર કરવું પડયું છે. પરંતુ આ પાક પણ મોલમાં મોડો  ડીસેમ્બરના અંત સુધીમાં આવી જવાની સંભાવના છે. જેથી આ ડુંગળીના આ બન્ને પાકો સાથે માર્કેટમાં આવવાથી ડુંગળીના ભાવો તળીયે તો જશે જે ગ્રાહક માટે આનંદદાયક સત્તાવાર હશે પરંતુ ડુંગળીના ઉત્પાદક ખેડુતોને તેના ચોમાસુ ડુંગળીના પાકના પુરતા ભાવો નહી મળે તેવી સ્થિતિ ઉભી થવા પામશે જેથી, હાલમાં ગ્રાહકોને રડાવતી ડુંગળી ખેડુતોને રડાવવા લાગશે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે.

સરકારની યોગ્ય નીતીના અભાવે દેશમાં ડુંગળીનો વિપુલ પાક થતો હોવા છતાં તેને સંગ્રહવા માટે પુરતા કોલ્ડ સ્ટોરો નથી. સરકાર ડુંગળીની ખરીદી કરીને બફર સ્ટોક તરીકે સરકારી ગોડાઉનમાં સંગ્રહે છે તેનો યોગ્ય સમયે વેંચવા માટે બજારમાં મુકવાના નિર્ણયના અભાવે સરકારી ગોડાઉનોમાં ડુંગળી સડી રહી છે. ઉચકાયેલા ભાવોની ગ્રાહક રડી રહ્યો છે.

જયારે, પાકના યોગ્ય ભાવો ન મળવાથી ખેડુતો પણ રડતા જોવા મળે છે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થતા ભાવ આસમાને પહોંચી ગયા છે. વરસાદ લાંબો ખેંચાતા વાવેતર ન કરી શકાતા અંતે ડુંગળીનો પાક માર્કેટમાં ન આવી શકતા અત્યારે ડુંગળીના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. એપીએમસીમાં ડુંગળી પ્રતિ કિલો રૂ.૫૦થી ૧૧૦ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે તે જ ડુંગળી છૂટક બજારમાં ૭૦થી ૧૪૦ના ભાવે વેચાય છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

દર વર્ષે નાસિ અને સૌરાષ્ટ્રની ડુંગળી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવા લાગે છે પરંતુ ચોમાસું લાંબુ ખેંચાતા ડુંગળીનું વાવેતર થઇ શકયું નથી. જ્યારે સ્ટોકમાં રહેલી નાસિકની ડુંગળી વરસાદમાં પલળી જતાં ભારે નુકસાન થયું છે. બીજી તરફ ડુંગળીની આવક ઘટવા સાથે ડુંગળીની ક્વોલિટી પણ સારી ન હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યાં છે. ડુંગળીના એક વેપારીએ જણાવ્યું કે, ડુંગળી નાસિક અને સૌરાષ્ટ્રમાંથી આવે છે. વરસાદના કારણે ડુંગળી પલળી ગઈ છે. નાની ડુંગળી રૂ.૫૦થી ૭૦ જ્યારે મોટી ડુંગળી રૂ.૧૦૦થી ૧૧૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. નવી ડુંગળી આવતા હજી એક મહિના જેટલો સમય લાગશે. છૂટક બજારમાં અત્યારે સારી ડુંગળી ન હોવાથી નાની ડુંગળી રૂ. ૭૦થી ૮૦ પ્રતિ કિલો તેમજ મોટી ડુંગળી ૮૦થી ૧૦૦ પ્રતિ કિલો તેમજ સારી ક્વોલિટીની નાસિક ડુંગળી રૂ.૧૦૦થી ૧૪૦ પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.