Abtak Media Google News

આરોપી નહીં પકડાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં બેસવાની ચીમકી બાદ પીઆઈની સમજાવટથી મામલો થાળે પડયો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે જિલ્લામાં ચોરી લૂંટફાટ હતી આ મારામારી નાં બનાવ ની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે જેને સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તાર ગણાતા ભીમ રાવ સોસાયટીમાં આવેલા મુખ્ય ચોકમાં યુવક ઉપર ચાર શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના સામે આવવા પામી છે ત્યારે આ બાબતની પોલીસ ફરિયાદ પણ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકે ઇજા પામનાર યુવકના સગા-સંબંધી દ્વારા નોંધાવવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આવેલી ભીમ રાવ સોસાયટીમાં રાત્રી દરમિયાન મુખ્ય ચોકમાં આવેલા પાનના ગલ્લા ઉપર માવો ખાવા જઈ રહેલા અસલમ ભાઈ નામના શખ્સ ઉપર ચાર શખ્સો દ્વારા ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો છે અને આ અસલમ ભાઈ નામના યુવકના બંને પગ ભાંગી નાખવામાં આવ્યા છે ત્યારે હાલમાં અસલમ ભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે શહેર ની સી જે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ત્યારે પ્રાપ્ય વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરની ભીમરાવ સોસાયટીમાં રાત્રી દરમિયાન પોતાના દાદી ની ગલ્લે માવો ખાવા જ ગયેલા અસલમ ભાઈ સાથે થોડી બોલાચાલી બાદ ચાર શખ્સો દ્વારા અસ્લમભાઇ ના પગના ભાગે ધારિયાના ઘા મારી દેવામાં આવ્યા છે ત્યારે ગંભીર રીતે ઇજા પહોંચતાં અસલમ ભાઈ ના સગા સંબંધીઓ દ્વારા માર મારતા આ ચાર શખ્સો થી બચાવી અને હાલમાં શહેરની સી જે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલીસને આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આજુબાજુના લોકોના નિવેદનો લઇ અને હુમલો કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આ હુમલો કરનાર ચાર વ્યક્તિઓના નામ પણ વહેલી સવારે સામે આવા પામ્યા છે ત્યારે આચાર કરશો ના નામ માં અનિલ વરુ ભરવાડ વિશાલ ભરવાડ રમો ઉર્ફે થાપો ભરવાડ ગોપી ઉર્ફે ચીપલી ભરવાડ સામે સિટી પોલીસમાં ગુનો દાખલ કરી અને હાલમાં પોલીસ દ્વારા આ ચાર આરોપીની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.