ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટનો માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૧૦૪.૧૭ સામે ૫૧૯૯૬.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૫૮૬.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૧.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૦.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૭૦૩.૮૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૩૦.૨૫ સામે ૧૫૨૭૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૧૬૫.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૮.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૯.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૧૯૦.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કેન્દ્રિય બજેટમાં કરાયેલી અનેક જોગવાઈઓ દેશના અર્થતંત્રને ફરી પટરી પર લાવવાની દિશામાં અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીને સુધારવામાં મદદરૂપ કરવામાં આવ્યાની પોઝિટીવ અસરે ફોરેન ફંડોએ રોજબરોજ શેરોમાં અવિરત ખરીદી ચાલુ રાખીને ઐતિહાસિક તેજી સાથે સેન્સેક્સ, નિફટીને ફ્યુચરને દરરોજ નવા શિખરે મૂકવાનું ચાલુ રાખ્યા બાદ ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. કેન્દ્રિય બજેટથી શરૂ થયો તેજીનો નવો દોર પૂરો થતો જોવા મળી રહ્યો છે. સતત જબરદસ્ત તેજી બાદ ફંડો, રોકાણકારોની શરૂ થયેલી નફારૂપી વેચવાલીના કારણે તેજી અટકી હતી અને ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડી બાદ ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં આર્થિક સુધારાને આગળ વધારવાના પગલાં જાહેર કર્યા બાદ દેશની ચાર પીએસયુ બેંકો બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાના સંકેત અને દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં કોરોના સંક્રમણની સ્થિતિ ફરી કથળવા લાગી હોવાના અને આ મામલે આગામી દિવસોમાં વધુ કથળવાના સંજોગોમાં ફરી લોકડાઉન સહિતના પગલાંના સંકેતો આપતાં સાવચેતીએ આજે સપ્તાહના ત્રીજા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૮ અને વધનારની સંખ્યા ૧૫૧૩ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં એફઆઈઆઈની જંગી ખરીદીને પગલે સેન્સેકસ અને નિફ્ટી ફ્યુચરે ઐતિહાસિક ટોચ બનાવી છે. વેક્સિનેશન પ્રોગ્રામમાં મળેલી સફળતાને કારણે પણ બજાર સતત વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં છે. વિશ્વભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો છે, પણ આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે જ્યારે આગામી દિવસોમાં કંપનીઓની આવક અને અર્થતંત્રમાં સુધારા માટે સરકારના પગલા અને નાણાંનીતિ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ઉપરાંત કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર રહેશે.

તા.૧૮.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૭.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૯૦ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૦૫ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૨૩૨ પોઈન્ટ થી ૧૫૨૭૨ પોઈન્ટ ૧૫૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૮૮૬ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૫૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૯ થી રૂ.૧૯૧૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૬૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૦૩ થી રૂ.૧૭૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૮૫ ) :- રૂ.૯૭૩ નો પ્રથમ તેમજ રૂ.૯૬૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટીવીએસ મોટર ( ૬૨૦ ) :- 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૫૨૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૦ થી રૂ.૫૩૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Loading...