Abtak Media Google News

પોલીસે બન્ને પક્ષે સામ સામે ગુનો નોંધી ત્રણ શખ્સોની કરી ધરપકડ

ભાયાવદરના ઢાંક ગામે પૈસાની ઉઘરાણીના પ્રશ્ને મારા મારી થતા યુવાન પર તલવાર, પાઇપ વડે પાંચ શખ્સોએ ખુની હુમલો કર્યાની ભાયાવદર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ભાયાવદરના ઢાંક ગામે દલીત વાસમાં ડુગરેશ્ર્વર રોડ પર રહેતા લલીત સોમાભાઇ લુપસીયા (ઉ.વ.૩૪)નામના યુવાનને તેના જ ગામના રવજી લખા ચુડાસમા, નિકુંજ રવજી, કિશોર રવજી, મેપા રામા ચુડાસમા, શેલેષ મેપા નામના શખ્સોએ તલવાર, પાઇપ અને ધોકાથી ખુની હુમલો કર્યાની ભાયાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે નિકુંજ રવજીભાઇ ચુડાસમાએ તેના ભાઇને સામાવાળા લલીત સોમા લુણસીયાએ લાફા મારી છરી વડે હાથમાં ઇજા કર્યાની ફરીયાદ નોંધાવી છે.

લલીતે તેના ગામના કિશોર રવજીને પૈસા ઉછીના આપ્યા હોય જે પૈસાની ઉઘરાણી કરતા ઝઘડો થયો હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે. ભાયાવદર પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.એમ. ધાંધલે તપાસ હાથ ધરી ખુની હુમલોના ગુનામાં પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.