ઢસા ગુરૂકૂળના સ્વામી પર લૂંટના ઇરાદે ખૂની હુમલો

198

મોડીરાતે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ફરાર: સ્વામીને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા

બોટદા જિલ્લાના ઢસા ખાતે આવેલા સ્વામીનારાયણ ગુ‚કૂલના સ્વામી પર મોડીરાતે અજાણ્યા ચાર જેટલા શખ્સોએ લૂંટના ઇરાદે તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાનું પોલીસમાં નોંધાયું છે. ગંભીર રીતે ઘવાયેલા સ્વામીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઢસા ગામમાં આવેલા સ્વામી નારાયણ મંદિર અને ગુરૂકૂળનું સંચાલન કરતા અક્ષર પ્રકાશ સ્વામી રાતે બે વાગે ગુરૂકૂલમાં એકલા હતા ત્યારે ચાર જેટલા અજાણ્યા શખ્સો તિક્ષ્ણ હથિયાર સાથે ઘસી આવ્યા હતા. ગુ‚કૂલમાં અવાજ થતા સ્વામી અક્ષર પ્રકાશજી ચારેય શખ્સોને ટપારતા તેઓએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયા હતા. સ્વામીએ પોતાના સ્વબચાવમાં વળતો હુમલો કરતા ચારેય શખ્સો પૈકી બે શખ્સો ઘવાયાનું જાણવા મળે છે.

ચારેય હુમલાખોર ભાગી ગયા બાદ ગુરૂકૂલમાંથી અક્ષરપ્રકાશ સ્વામીને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. તેઓ ભાનમાં આવ્યા બાદ જ ગુરૂકૂલમાં કેટલી લૂંટ થઇ તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

ગુ‚કૂલમાં હાલ વેકેશન હોવાથી તમામ વિદ્યાર્થીઓ પોતાના વતન જતા રહ્યા હોવાથી સ્વામીજી ગુરૂકૂલમાં એકલા જ હોવાથી લૂંટના ઇરાદે હુમલો કરાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઢસા પી.એસ.આઇ. જોષી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

Loading...