Abtak Media Google News

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એકેડેમિક લીડરશિપ ઓન એજ્યુકેશન રિસોર્સે કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પડકારોનો ઉકેલ લાવવા માટે સંસ્થાઓની મદદ લેવામાં આવે તો સ્થિતિ બદલાઈ શકે છે. એક એવા ઈન્ટર લિંકિંગ પર કામ કરવું જોઈએ જે સમાજ અને સંસ્થાને જોડે. પીએમએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણમાં ઉચ્ચ આચાર, ઉચ્ચ વિચાર, ઉચ્ચ સંસ્કાર અને સમાજની સમસ્યાઓનું ઉચ્ચ સમાધાન મળે.

કેન્દ્ર સરકારના પ્રયત્ન છે કે, દરેક સ્તર પર દેશની જરૂરિયાતોમાં શિક્ષણ સંસ્થાઓને ભાગીદાર બનાવવી. તેને જ ધ્યાનમાં રાખીને અટલ ટિંકરિંગ લેબની શરૂઆત કરવામાં આવી છે. 2000થી વધારે સ્કૂલમાં તેની શરૂઆત કરી દેવામાં આવી છે. આગામી થોડા સમયમાં તેની સંખ્યા 5 હજાર થવા જઈ રહી છે.

આ કાર્યક્રમમાં પીએમએ કહ્યું કે, બાળકો પર કઈ થોપવું ન જોઈએ. અમારી સરકાર શિક્ષણમાં રોકાણ ઉપર ધ્યાન આપી રહી છે. RISE કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા 2022 સુધી રૂ. 1 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ કરવાનો ઈરાદો છે. આ જ રીતે હૈફાની સ્થાપના પણ કરવામાં આવી છે. રુસાનું બજેટ પણ ત્રણ ગણું વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણને મજબૂત કરવામાં પ્રભાવી પગલું સાબીત થશે.

છેલ્લા 4 વર્ષમાં ઘણાં નવા આઈઆઈટી,આઈઆઈએમ, કેન્દ્રીય વિદ્યાલય વગેરે શરૂ કરવામાં આવશે. સરકાર જે નવી નીતિ લાવી છે તે અંતર્ગત 20 ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમીનંસ સેટઅપ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજે આપણે ટોપ સંસ્થાઓમાં ખૂબ પાછળ છીએ. પરંતુ આ સ્થિતિ બદલવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.