Abtak Media Google News

ગૌ વંશ પર હુમલો કરનારા તત્વોને ત્વરિત પકડી પાડી તેની સામે આકરા પગલાં ભરવામાં આવે તેવી માંગ

વાંકાનેર તાલુકામાં અવારનવાર ગૌ વંશો ઉપર હુમલાના બનાવો બને છે.ત્યારે આ અંગે ફરિયાદ નોંધાવવા છતાં પણ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ગૌ વંશ પર હુમલો કરનારા આવરા તત્વોને તાકીદે પકડી પાડી તેની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે ગૌ રક્ષકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ગૌ હત્યાનો કડક કાયદો હોવા છતા વાંકાનેર તાલુકામાં છાસવારે આવારા તત્વો દ્વારા ગૌ વંશ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલા કરવામાં આવે છે. અને મૂંગા પશુઓ ને ઘાયલ કરવામાં આવે છે તેમાં ગૌ રક્ષકો દ્વારા પોલિસ ફરિયાદ કરવા છતાં મોટા ભાગ ના આરોપી પકડાતા નથી.
તાજેતર માં જ વાંકાનેર તાલુકા ના જોધપર ગામે એક ગાય ઉપર કુહાડી થી હુમલો કર્યો હતો તેમાં પણ પોલીસ ફરીયાદ થઈ હોવા છતાં બનાવ ને ૪૮ કલાક થઈ હોવા છતા હજી સુધી આરોપી પકડાયો નથી. ગૌ રક્ષકોના જણાવ્યા મુજબ દારૂ ના આરોપી તેમજ બીજા કોઈ ગુન્હા ના આરોપી ને પોલીસ શોધી ને ગણતરી ની કલાકો માં પકડી પાડે છે તો ગૌ વંશ ઉપર હુમલા કરનાર ને પકડવામાં પોલીસ કેમ ઢીલી નીતિ દાખવી રહી છે.
ગૌ વંશ પર હુમલો કરનારા આવારા તત્વો ને પોલીસ કાયદા નુ ભાન કરાવે અને આવા લોકો ની ધરપકડ કરી કડક વલણ દાખવી સખત સજા કરે તેવી માગણી ગૌ રક્ષા દળ , શિવસેના, વીએચપી તેમજ વગેરે સંસ્થાઓ દ્વારા ઉઠાવવામાં આવી છે.
 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.