Abtak Media Google News

અમદાવાદના પત્રકારની હત્યામાં મામલે આજે ઉના શહેરનાં પત્રકારો દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું પત્રકારોએ  જણાવ્યું કે જો યોગ્ય તપાસની કરવામાં આવે તો તમામ સરકારી કાર્યક્રમનો કવરેજ કરવાનો  બહિષ્કાર કરાશે  ચિરાગ ની લાશ કઠવાડા પાસે આવું જગ્યાએથી હત્યા કરેલી હાલતમાં મળી આવેલ હતી અને રહસ્યમય હત્યા કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

ગત શનિવારના રોજ અમદાવાદ ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતા અને નિકોલ  ખાતે રહેતા પત્રકાર ચિરાગ પટેલને જીવતો સળગાવી દેવાની ઘટના ચકચાર મચી જવા પામી છે  જેમાં આજે હત્યાના આઠ દિવસ વીતવા છતાં પણ હજુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ઉના શહેરનાં પત્રકારે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.