Abtak Media Google News

સસ્તા અનાજની દુકાન ધારકોને ઓછુ વળતર મળતા રાજીનામા આપવાની તૈયારી: એપીએલ કાર્ડ માત્ર ઓળખ પુરતું જ રહ્યુંVlcsnap 2018 11 20 12H36M52S242

પંડીત દીનદયાલ ઉપાધ્યાય દુકાન ધરાવતા દુકાન ધારકો રાજીનામા આપવા તૈયાર થયા છે. તેઓને પડતી તકલીફ અંગે ‘અબતક’ સાથે વાત કરતા નરેન્દ્ર ડવ પ્રમુખ જણાવ્યું કે ગુજરાત સરકાર એપીએલ કાર્ડ ધારકોને ૪ લીટર કેરોસીન આપતા જે હવે બંધ કરેલ છે. માત્ર અંત્યોદય કાર્ડ તથા બીપીએલ કાર્ડ ધારકોને જ વસ્તુ આપવામાં આવશે. તેનાથી દુકાન ધારકોની મુસીબતમાં વધારો થયો છે.

દુકાનમાં ટોટલ ૨૦૦૦ કાર્ડ માન્ય હોય છે જેમાં એપીએલ કાર્ડ ધારકો બાદ કરતા માત્ર ૧૫૦ બીપીએલ તેમજ અંત્યોદય કાર્ડ ધારકો હોય છે સસ્તા અનાજની દુકાનમાં વેપારીને વળતર મળતુ હોય તે ખુબજ ઓછું હોય છે અને દુકાનમાં માણસ પણ તોલમ પ માટે રાખવો પડે છે. તેનો પગાર પણ કરવો મુશ્કલે બને છે તો રાજય સરકાર અન્ય રાજયોમાં છે તે પ્રમાણે દુકાન ધારકોને પગાર ચૂકવે તો જ દુકાન ચલાવી શકય બને અન્યથા દુકાન પરત કરવી પડે તેવા સંજોગો ઉભા થવા સંભવ છે.

સસ્તા અનાન પરવાનેદારોએ કલેકટરમાં રજૂઆત કરી છે. પણ કોઈ નિરાકરણ આવેલ નથી તો આગામી દીવસોમાં પુરા ગુજરાતમાંથી વેપારીઓ ગાંધીનગર રજૂઆત કરવાના છે. એપીએલ કાર્ડ ધારકોને પરિસ્થિતિ એવી છે કે પીએલ કાર્ડ માત્ર ઓળખ કાર્ડ બની ગયું છે કોઈ પણ વસ્તુ મળતી નથી માત્ર ઝેરોક્ષ કરવામાં જ ઉપયોગ થશે.

જયારે જીલ્લા પુરવઠા અધિકારી જોષી સાહેબ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે દુકાનદારો એ પહેલા વળતર ઓછું મળવાથી રાજીનામા આપવા તૈયારી બતાવી હતી. પણ હાલમાં કોઇ દુકાનદાર સામે આવ્યું નથી જે કેરોસીન ડીલર છે. તેઓને આવકમાં ઘટાડો થતા કોઇને માત્ર  ૩૦ લીટર થી પ૦ લીટર નું વેચાણ થઇ જતા રાજીનામાની તૈયારી બતાવી હતી પરંતુ રાજકોટ માં કોઇ દુકાનદારે રાજીનામાં આપ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.