સાંસદોના પગાર કાપ બાદ ભથ્થામાં પણ કાપ મુકાયો

77

સંસદની સંયુકત સમિતિની સાંસદોના ભથ્થામાં કાપ મુકવાની ભલામણ સરકારે ગ્રાહય રાખી

દેશમાં કોરોના મહામારીના જંગમાં આવી પડેલા આર્થિક પડકારને પહોંચી વળવા કેન્દ્ર સરકારે વડાપ્રધાન સહિત હોદેદારો અને સાંસદોના પગારમાં ૩૦ ટકા કાપ મુકવા નો નિર્ણય કર્યો છે. ૩૦ ટકા પગાર કાપ ઉપરાંત સાંસદોને મહિનાના ભથ્થા એલાઉન્સ પર કાપ મુકવાનો નિર્ણય કરાયો છે. પ્રદેશના સાંસદોને હવેથી સંસદીય મત વિસ્તાર અને કાર્યાલયના ખર્ચામાં પણ સરકારના પરિપત્ર ને લઇને કાપ આવશે. સરકારે સાંસદોના ૧ લાખ રૂા. ના પગારમાંથી ૩૦ ટકાનો કાપ મુકી ૭૦ હજાર રૂા. કરવામાં આવ્યો છે આ હુકમને પગલે સસંદ ની સંયુકત સમિતિએ સરકારને સંસદીય મત વિસ્તારના ભથ્થામાં ૩૦ ટક ના કાપની ભલામણ કરી છે. સાંસદોને મહિને ૭૦ હજાર રૂા. ને ભથ્થા મળે છે તેમાં હવે ર૧ હજાર સુધીનો ઘટાડો થશે.

બંધારણની કલમ-રની પેટા કલમ ૮ મુજબ સાંસદને સસદીત ક્ષેત્રનું ભથ્થુ મળે છે. ભથ્થા અને સસંસ સભ્યના પેન્શન ધારા ૧૯૫૪ કલમ ૩૦ અન્વયે ૧ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૩૧ ૨૦૨૧ સુધી સાંસદોને ૪૯૦૦૦ રૂ. મળશે.  ૬૦૦૦૦ રૂ.ના કાર્યાલય ખર્ચના બદલે  અગાઉ ૨૦૦૦૦૦ બદલે ૧૪૦૦૦ મળશે. ૪૦ હજારની રકમમાંથી કોઇ કાપ મુકવામાં ન આવ્યું હોવાનું મતલબએ છે કે સાસંદ તેમના વ્યકિગત  સચિવ રાખી શકશે રાજય સભા અને લોકસભાના અઘ્યક્ષએ સંયુકત સમીતીના આ પ્રસ્તાવ માન્ય રાખીને તેનો અમલ ૧લી એપ્રિલ થી કરવાનો હુકમ કર્યો છે.

સસંદ સભ્ય મત વિસ્તાર, ભથ્થા અધિનિયમ ૨૦૨૦ અન્વયે જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ આ ફેરફાર કરવામાં આવ્યો છે સાસંદોના ૩૦ ટકાનો પગાર કાપ બાદ સસંદીય મત વિસ્તાર માટે મળતા ભથ્થામાંથી વધુ ર૧ હજાર રૂપિયા સાંસદોની ખીસ્સામાં ઓછા આવશે.

કોરોના સંક્રમણથી સમગ્ર દેશની અર્થતંત્ર અને નાગરિકોને આર્થિક મુશ્કેલી પડતી હોય તેમના પ્રતિનિધિઓ કેમ બાકાત રહી શકે.

કેન્દ્ર સરકારે ૧૪મી એપ્રિલે ડો.આંબેડકર જયંતિની રજા જાહેર કરી

કેન્દ્ર સરકારે ૧૪મી એપ્રિલના દિવસે ડો. બાબાસાહેબની જન્મ જયંતિના દિવસે તમામ સરકરી કચેરીઓમાં મંત્રાલયના બુધવારે જાહેર થયેલા હુકમનામાથી બંધ રજા જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સાથે સાથે નેગોસીએબલ ઇન્સ્યુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમ રપ મુજબ બેંકોમાં પણ રજા જાહેર કરી છે. આ અધિનિયમની જોગવાઇ મુજબ જાહેર રજાને બંધમાં પરિવર્તિત કરવાની જોગવાઇમાં તે દિવસની કામગીરી બીજા ચાલુ દિવસે કરવાની જોગવાઇ હોય છે આથી કેન્દ્ર સરકારની કચેરીઓ અને બેંકો ૧૪મી એપ્રિલે મંગળવારે પોતાનું કામકાજ બંધ રાખશે.

સરકારે તમામ વિભાગોમાં પરિપત્ર મોકલી દિધો હોવાનું મંત્રાલયે જાહેર કર્યુ છે સરકારે ૧૪મી એપ્રિલ ૨૦૨૦ અને મંગળવારે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નીમીતે કેન્દ્રની તમામ સરકારી કચેરીમાં ઓદ્યોગિક વસાહતોમાં દેશવ્યાપી ધોરણે રજા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની જાહેર કરેલી રજાઓમાં કેન્દ્ર સરકારની સાથે સાથે બેંકોને પણ આવરી લીધી છે.

Loading...