Abtak Media Google News

સ્પર્ધાના પ્રથમ દિવસે જ પ્રતિસ્પર્ધીઓનો ઉત્સાહ સાતમે આસમાને

ભારતની અગ્રણી સ્કૂલો પૈકીની રાજકોટની પ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા એવી ધ રાજકુમાર કોલેજમાં ઈન્ડિયન પબ્લિક સ્કૂલ કોન્ફરન્સ શુટિંગ ચેમ્પિયનશીપ અન્ડર-૧૪, ૧૭ અને ૧૯ ૨૦૧૮નું આજથી આગમન થયું છે. જેમાં આજરોજ ભારતના વિવિધ રાજયોમાંથી ૧૪ જેટલી પબ્લિક સ્કૂલોની ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે.1 4આયોજનમાં અંદાજે ૨૪૦ જેટલા મહેમાનો ચાર દિવસ માટે હાજરી આપવાના છે. શુટિંગ ચેમ્પિયનશીપ અન્ડર ૧૪, ૧૭ અને ૧૯ને સફળ બનાવવા માટે કોલેજના વિશાળ કેમ્પસમાં વિદ્યાર્થીઓનો જમાવડો છે. મોટી સંખ્યામાં રાજયોના વિદ્યાર્થીઓ રાઈફલ શુટિંગની પ્રતિમાને આગળ વધારવા ભાગ લઈ રહ્યાં છે. જેમાં વિવિધ કેટેગરીમાં અલગ અલગ અંતર મુજબ શુટિંગની હરીફાઈ રાખવામાં આવી છે.3 3સમારોહમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજરોજ રાજકુમાર કોલેજ વેડિંગટન જીમ્નેશીયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશીપમાં પીપ સાઈટ એર રાયફલ, ઓપન સાઈડ એર રાયફલ તથા પિસ્તોલ દ્વારા વિવિધ કેટેગરીમાં શુટિંગ કરવામાં આવશે.

સ્પર્ધામાં ભારતના અગ્રણી નિષ્ણાંતો નિર્ણાયક તરીકે સેવા આપી રહ્યાં છે. કોલેજના પ્રિન્સીપાલ શંકરસિંહ અધિકારી બર્સર ચાકો થોમસે કહ્યું હતું કે, આયોજનના પ્રથમ દિવસે પ્રતિસ્પર્ધીઓનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાની કાર્યવાહી અને સંચાલન પણ સુમેળભર્યું કરવા માટે સંસ્થાના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.